________________
૧૦૮
નામાંક્તિ નાગરિક (૪) શેઠ હઠીસંગ કેસરીસંગ.
ખુશાલચંદ નિહાલચંદના ભાગ્યવંત વંશજ કેશરીસિંગના સુપુત્ર, અમદાવાદના મહાન વ્યાપારી, સમર્થ દાનવીર અને ભારે નસીબવંત પ્રતાપી નબીરા હતા. તેમનો જન્મ શેઠાણી સુરજ બાની કૂખે સં. ૧૮૫રમાં થયું હતું. વ્યાપારીને જોઈએ તેટલી કેળવણી લીધી હતી, પણ માતાનું ધાર્મિક શિક્ષણ અને કાકાના પુત્ર મેકમભાઈ રાયચંદને મર્યાદાપૂર્વકનો અંકુશ હેઈ પરિણામે એ ઘણી નાની વયમાં કુશળ વ્યાપારી બની ગયા. વડીલને ધંધે રેશમ અને કીરમજનો હતો તેને ખીલવવા ઉપરાંત મુંબઈમાં એમણે પેઢી ઉઘાડી અને ધીક્ત વેપાર ચાલુ કર્યો. એમને શેઠ મોતીચંદ અમીચંદ સાથે ખૂબ સ્નેહ હતે. ૧૮૭૮ માં ચોરવાડ ગામે સંઘ ગયે ત્યારે હઠીભાઈ એ સાત હજારનો ખરચ કરી મેતીશાહ શેઠના નામના નોતરાં આપ્યા. મોતીશાહ શેઠે એમને પાલી તથા રતલામની અફીણની ખરીદીની આડત આપી અને તેમાં આડત હકસાઈમાં ધનના ઢગલા થવા માંડ્યા. બે એક વર્ષમાં તેમાં ચાર પાંચ લાખને ફાયદે થયે. તેટલામાં મેહકમભાઈ ગુજરી ગયા અને ભરયુવાન વયે પેઢીને કુલ ભાર હઠીભાઈ પર આવી પડ્યો.
હઠીભાઈ શેઠ હાકેમ દીલના હતા. એણે ખૂબ ઉત્સાહથી પેઢીને વહીવટ ઉપાડી લીધું અને પોતાને ઉદ્યોગ, બુદ્ધિ અને ઉદારતાથી કામ ઘણું વધારી મૂક્યું. એમને ચહેરો ઘઉં વર્ણને કદ છ ફીટ ઊંચું અને લાંબા મુખવાળા હાઈ પડછંદાકાર શરીર અને સત્તાવાહી અવાજથી એમને “હાથીઓ હાકેમનું ઉપનામ