________________
૮૫
શેઠ મેાતીશાહ
સરના ખાડા પૂરવામાં, મંદિરા બાંધવામાં રૂપીઆ અગીઆર લાખ અને તેમની આજ્ઞા-ઈચ્છા અનુસાર પ્રતિષ્ઠા–બિંબપ્રવેશ મહાત્સવમાં રૂપીઆ સાત લાખ, સાત હજાર મળી કુલ વ્યય રૂપીઆ અઢાર લાખ, સાત હજારના થયેા. એ તેમની સર્વથી વધારે માટી સખાવત ગણાય. તેમણે બે લાખની રકમ મુંબઈ પાંજરાપેાળ માટે ખરચી. એ સિવાય નીચેની બાબત ખાસ ધ્યાન ખેંચે છે, જેના વિચાર કરતાં એમની ધર્મ ભાવના, અહિંસામાં પરોવાયેલું મન અને તે કાળની જનતાની જરૂરીઆત પરત્વે તેમની ચિંતા બતાવે છે.
ભૂલેશ્વર-કુંભાર ટુકડાના ચિંતામણિપા નાથનાદેરાસરની પ્રતિષ્ઠા સ. ૧૮૬૮ના બીજા વૈશાખ શુદ ૮ શુક્રને દિવસે શેડ નેમચંદભાઈએ કરી તે માટે રૂા. ૫૦,૦૦૦ આપ્યા.
મુંબઇ ભીંડી બજાર્ શાંતિનાથ મહારાજના દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૮૭૬ મહા શુદિ ૧૩ ને રાજ થઈ તેને અંગે તેમણે રૂા. ૪૦,૦૦] આપ્યા.
મુ`બઈ કાટ એરા બજારના શાંતિનાથ મહારાજના દેરાસરની પ્રતિષ્ઠા સ. ૧૮૬૫ મહા વદ ૫ ને રાજ થઈ તેની પ્રતિષ્ઠાને અંગે અને દેરાસર બંધાવવાને અંગે તેમના કુટુંબે રૂા. ૨,૦૦,૦૦૦ એ લાખ ખરચ્યા. શેઠ અમીચંદ જે સ્થાનમાં રહેતા હતા અને જેની બાજુમાં શાંતિનાથનું દેરાસર હાલ છે ત્યાં અસલ ઉપાશ્રય હતા તે માટા ભાઈ નેમચ ંદે ત્રીશ હજાર રૂપીઆ ખરચી બંધાવ્યા હતા. પછી વધારે જગ્યા લઈ ત્યાં નેમચંદભાઈ એ એક લાખ વધારે ખરચી મંદિર બધાવ્યું.