________________
શેઠ મોતીશાહ
મંડપ કરવામાં આવ્યું છે. મંડપની બહારના ભાગમાં હાલ
જ્યાં પાંજરું અને દાદા–પગલાં છે ત્યાં બગીચે અને ખુલ્લી જગ્યા હતી. આ રીતે દેરાસરની રચના કરી હતી.
દેરાસરની ચારે તરફ વાડી હતી. દેરાસરની પાછળ આંબલીનું ઝાડ હતું. એ હાલ નીકળી ગયું જણાય છે, એની બાજુમાં રાયણ પગલાં હતાં અને એની પાછળ સુરજકુંડ હતે. એ બન્ને અત્યારે પણ મેજુદ છે. સુરજકુંડના પાણીથી બગીચાને લીલાછમ રાખવામાં આવતું હતું અને બગીચામાં અનેક જાતનાં ફૂલના વેલા અને ઝાડની વાવણી કરવામાં આવી હતી. અંદર દાખલ થતાં વડનું ઝાડ હતું અને ત્યાં હનુમાનની મૂર્તિ રાખવામાં આવી હતી. આ ચકી કરનાર વીર હનુમાનની દહેરી જેનેની સર્વ ધર્મ તરફ સમાનતા સિદ્ધ કરી રહી હતી. આવી રીતે ગામથી દૂર બગીચાની મધ્યમાં ફૂલઝાડ અને આંબા આંબલીની વચ્ચે અનેક શ્રમિતને શાંતિ આપનાર અને અનેકને સાધ્ય પ્રતિ લઈ જનાર સુંદર મંદિરની રચના કરવામાં આવી.
સં. ૧૮૮૫ ના માગશર સુદ છઠ્ઠ શુક્રવારનું બિનપ્રવેશનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠા કરવા માટે મેતીચંદ શેઠના દિલમાં બહુ ઉત્સાહ હતો. પિતાની ધનપ્રાપ્તિનું અને મનુષ્ય જીવનનું એ કાર્ય દ્વારા સાફલ્ય સમજતા હતા અને તે પ્રસંગ માટે અનેક પ્રકારની તૈયારી તેમણે કરી હતી. ખાસ માણસને અમદાવાદ મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે પાલખી તૈયાર કરાવી, શેઠની વતી મૂળનાયક આદિનાથ આદિ પ્રતિમાઓને પાલખીમાં