________________
૧૩૪
નામાંકિત નાગરિક વાને વિચાર જણાવ્યું હતું. પાલીતાણે પહોંચ્યા પછી સૂત્રધાર રામજીને મત તે કુંતાસરનો ગાળો પુરાવવાને કાયમ છે. જ્યારે વાલા પારેખને મત નંદીશ્વર દ્વીપની ટુંક હાલ છે તે સ્થાન પર મંદિરે બાંધવાને થયે. સૂ. રામજીના મતે નંદીશ્વર દ્વીપની ટુકવાળી જગ્યાનું ક્ષેત્રફળ ઘણું ઓછું હતું અને મોતીશાહ શેઠની વિશાળ ભાવનાને પૂરું પડે તેવું નહોતું. સૂત્રધાર રામજી મુંબઈમાં શેઠની સાથે ભાયખલાના દેરાસરને અંગે કામ કરતાં જ્યારે જ્યારે શેઠશ્રી સાથે પાલીતાણાની ટુંક સંબંધી ઇસારે કરતા ત્યારે કુંતાસરના ગાળાની વાત જ કરતા. પાલીતાણામાં મતફેર થયે એટલે મોતીશાહ શેઠના મુનીમને વીરચંદભાઈને ધોલેરાથી પાલીતાણું તેડાવ્યા. વીરચંદભાઈ મુનીમને કુંતાસરને ગાળે પૂરવાની વાત વધારે પસંદ આવી. સૂ. રામજીએ કાચા નકશા તૈયાર કર્યા. આ રીતે વિચારભેદ હોવા છતાં સર્વ પાછા મુંબઈ ગયા અને શેઠ પાસે પોતપોતાની જનાઓ રજૂ કરી. સૂ. રામજી પાસે કાચા નકશા તૈયાર હતા. તેણે શેઠના વિશાળ વિચારે જાણ્યા હતા. શેઠ કળાના રસીઆ હતા ભવ્યતામાં માનનાર હતા, સાહસિક વેપારી હોઈ ખરચથી નીડર હતા. બધી હકીક્ત શેઠ પાસે સર્વ કામ કરનારાઓએ અને સૂત્રધાર સલાટે રજૂ કરી. ચર્ચા ઘણી થઈ, પણ છેવટને નિર્ણય ન થશે. શેઠને મનમાં એવું પણ હતું કે-કુંતાસરને ખાડે પૂરાઈ જાય તે જાત્રાળુને ચઢ-ઉતર કરવાનું મટી જાય અને સગવડ વધે. વળી એમને તે મિત્રો, મુનીમે અને સંબંધીના દેરાસરે સાથે બંધાવવા હતાં, એ કાંઈ નંદીશ્વર દ્વીપની જગ્યામાં થાય નહિ અને સેવેલાં સ્વપ્નાઓ.