________________
૧૮
નામાંકિત નાગરિક દરવાજાનું સ્થાન “મુંબઈ” ને મળવાની તૈયારીઓ થતી જતી હતી. સુરતને “માને દરવાજો” કહેવામાં આવતું હતું. તે દરવાજે સુરતથી ખસીને ધીમે પગલે મુંબઈ આવતું હતું.
પોર્ટુગલ રાજાએ બીજા ચાર્લ્સને લગ્ન વખતે આપેલ આ નાના ગામની જાહોજલાલી વધતી જતી હતી અને તેમાં અનેક સાહસિકે આવી પિતાને વસવાટ કરતા હતા.
આવા મુંબઈ ગામમાં સંવત ૧૮૧૪ ની સાલમાં શ્રીયુત અમીચંદ સાકરચંદ ખંભાતથી આવ્યા. તે વખતે એમની ઉમર ૧૩ વર્ષની હતી. એમને શેઠના ઉપનામથી તે વખતે સંબોધી શકાય નહિ, પણ ભવિષ્યમાં તેમણે જે શક્તિવિકાસ કર્યો તેને અંગે તેમને એ નામ એગ્ય રીતે આપી શકાય તેમ છે.
તેઓ ઓસવાળ જ્ઞાતિના હતા. અસલ ક્ષત્રિય જાતિમાંથી વણિક થયેલ એ જ્ઞાતિમાં ક્ષાત્રતેજ સદા જવલંત રહ્યું છે. વણિક જેમાં અન્ય અન્ય જાતિઓ અનેક હતી અને છે, પણ એસવાળ, શ્રીમાળ અને પોરવાડ એ ત્રણ મુખ્ય સ્થાન ભેગવે છે. ઓસવાળમાં સામાન્ય પ્રકારે જુસ્સો વધારે હોય છે. જ્યારે શ્રીમાળી ગણતરીબાજ વધારે ગણાય છે. એસવાળમાં ક્ષાત્રતેજ સાથે વ્યાપારીકળી આવી છતાં તેમની સાહસવૃત્તિ ચાલું રહી હતી અને એ સદી સુધી બરાબર જળવાઈ રહી હતી. શ્રીમાળામાં વ્યાપારની કુનેહ અને ગણતરી વધારે ખરાં, પણ એ જોખમ ખેડવામાં ઓસવાળથી જરા ઓછા ઉતરે અને કદી ભરાઈ ન પડે એવા ગણતરીબાજ ગણાતા હતા. પિરવાડો એ બનેની વચ્ચેનું સ્થાન ભોગવતા હતા.