________________
૧૬૪
નામાંકિત નાગરિક દરેક ઘડનાર કારીગરે સ્નાન કરી, ધોયેલાં સફેદ વસ્ત્રો પહેરી, મુખમાં સુગંધી મુખવાસ રાખી, મુખકેશ બાંધી પ્રતિમા ઘડવાને શેઠને હુકમ હતું. પ્રતિમામાં ઈશ્વરત્વ તે પ્રાણપ્રતિષ્ઠા થયા પછી આવે છે, એટલે પથ્થરને ટાંકતી કે-ઘડતી વખતે શાસ્ત્ર નિયમ પ્રમાણે પવિત્રતા જાળવવાની ખાસ જરૂર નહતી, પણ શેઠ મોતીશાહની માન્યતા એવી હતી કે જે પ્રતિમાને આખરે આપણે નમવું છે, જેની પૂજા કરવી છે તેના ઘડતરના કામથી તેની પવિત્રતા જળવાવી જોઈએ. એ રીતે સેંકડો કારીગરેએ ચીવટથી કાર્ય કરી, પવિત્રતા જાળવી શાંત વાતાવરણ માં, દેહની પવિત્રતાપૂર્વક પ્રતિમાઓનું ઘડતર કર્યું છે. શેઠને એટલે સુધી ચીવટ હતી કે-પ્રતિમા ઘડતી વખત ઘડનાર કારીગરને પવન પણ છૂટ ન જોઈએ, એમને ખાસ રસેડે જમાડવામાં આવતા હતા. એમના ખોરાકમાં વાયડા પદાર્થો બંધ કરવામાં આવ્યા હતા અને છતાં પવનછૂટ થાય તે ફરી વાર સ્નાન કરવાની આજ્ઞા હતી. આ રીતે સુંદર વાતાવરણની વચ્ચે ખાસ નિષ્ણાતેને હાથે માપ અને નિયમ પ્રમાણે વર્ષો સુધી કામ ચલાવી લગભગ પાંચ હજાર નાનાં મોટાં જિનબિંબ તૈયાર કરાવવામાં આવ્યાં, જે અત્યારે સંદર્યના નમૂના કળાના નમૂના અને કુશળ કારીગરોની બુદ્ધિના પ્રદર્શન પૂરાં પાડે છે.