________________
શેઠ મોતીશાહ
૧૩૭
પડે, કારણ કે જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પને અરસપરસ કેટલેક સંબંધ રહે છે.
આ વખતે સં. ૧૮૮૬ ના માગશર માસની શરૂઆત ચાલતી હતી. માગશર માસમાં મીનાક હોય છે. સંક્રાંત પહેલાના એક મહિનામાં સૂર્ય મીન રાશિને થાય છે. તેથી તે વખત દરમ્યાન કેઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ખાસ કરીને લગ્ન કે ખાનની ક્રિયા એ અરસામાં થતી નથી. એ સમયને ચાલુ ભાષામાં “મહિનારખ” કહેવામાં આવે છે. એ મીનાક શબ્દનો અપભ્રંશ છે.
શેઠ મોતીશાહે મંડળી વચ્ચે સૂ. રામજીને પૂછ્યું કે ખાતનું મુહૂર્ત ક્યારે આવે છે? કામ જલદી પતા. આપણે કાલ થાય તે પરમ દિવસ કર નથી.”
સૂ. રામજી “સાહેબ, જ્યારે ગુરુ કે શુકનો અસ્ત હોય અથવા સૂર્ય મીન રાશિને થયા હોય ત્યારે આવા મેટાં કામનું મુહૂર્ત ન થાય, મુહૂર્ત પોષ વદમાં આવે છે.”
મેતીશાહ શેઠને આ વાત પસંદ પડી નહિ. વેપારરસીઆ એ જીવને આદરેલ કામ આટેપવાની તીવ્ર ઈચ્છા હતી અને મુંબઈ ગયા પછી કેાઈ મેટા કામમાં પડી જાય તે વળી કામ લંબાઈ જાય, એટલે એમણે તે ચર્ચા ચાલુ રાખી અને હાથ ધરેલું કામ આદરી દેવાની ઉતાવળ બતાવી તે વખતે નીચે જણાવેલ સ્વરૂપની ચર્ચા થઈ.
મોતીશાહ-“ધર્મકાર્યમાં તે જેમ જલદી કરીએ તેમ સારું. એમાં મનની ભાવના એ મુહૂરત. --