________________
૨૭૦
નામાંક્તિ નાગરિક - રાત્રિ જાગરણદિઆ કુંભસ્થાપન વિધિ થયા પછી દરરોજ સવારે પ્રભાતિયાં અને રાત્રે ત્રિજાગરણ થવાની શરૂઆત થઈ. પ્રભાત રાગમાં સુમધુર કંઠે સ્ત્રીઓ મજાનાં પ્રભાતિયાં મંડપમાં ગાય અને વિદાય થાય ત્યારે ખાલી હાથે ન જતાં સુંદર ચીજો જે લાખોની સંખ્યામાં એકઠી કરવામાં આવી હતી તે લેતી જાય. આને પ્રભાવના કહેવામાં આવે છે. રાત્રે ત્રિજગા સ્ત્રીઓના પણ થાય અને પુરુષના પણ થાય. પુરુષો ડાંડિયારાસ લે અને નૃત્ય પણ કરે. આ જેની અને ખાસ કરીને કાઠિયાવાડની વિશિષ્ટતા છે કે ત્યાં પુરુષે પણ દાંડિયારાસ જાતે લે છે. એમની કાંસીની ઝક સાંભળી હોય તે મુગ્ધ થઈ જવાય. એમના હાથમાં જેર એટલું કે નરવું તે તાલ માટે સંભળાય નહિ, તેથી કાંસીની ઝુક ચાલે ત્યારે નેબત. રાખવામાં આવે છે. આ રીતે સવાર સાંજ મંડપમાં આનંદમંગળ થાય. ત્રિકાળ સ્મરણ પાઠ થાય અને આંગી, પૂજા, રેશની થાય. લેકેના મુખ પર આનંદ અને નેત્રમાં પ્રેમની તિ ઝળહળતી દેખાય. એ રીતે કાર્યારંભ મોટા પાયા ઉપર પોષ વદ ૧૨ થી શરૂ થયો અને ભવ્ય મહોત્સવનાં મંડાણ મંડાયાં.
બાહ્યશુદ્ધિ-પ્રતિષ્ઠાવિધિ કરતી વખતે બાહ્યશુદ્ધિ ખૂબ જળવાય છે. તે કરનાર સ્નાત્રીઆને પૌષ્ટિક, પણ પવન ન છૂટે તેવો ખોરાક આપવામાં આવે છે. તેઓ સ્નાન કરે ત્યારે તેમની શુદ્ધિ માટે સ્નાન કર્યા અગાઉ આખે શરીરે પીઠી ચોળવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. માથામાં ચંબેલીનું તેલ નાખવામાં આવે છે. કેકેડીથી માથાના બાલ સાફ કરવામાં આવે છે. પહેરવા માટે તદ્દન શુદ્ધ નવાં સફેદ ધોતી અને