________________
૨૫૮
નામાંકિત નાગરિક તેની વચ્ચેની કેડીમાંથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી પૂજક અવરજવર કરી શકે. એક મોટી પીઠિકા પૂજન અને અભિપેક માટે રચવામાં આવી હતી. એ પીઠિકા પર ચતુર્મુખ ધાતુના બિબો પધરાવવામાં આવ્યા હતા. આ સ્નાત્રપીઠ ઉપર ચાર બિબ ચાર દિશાએ નહિ પણ એક બીજાને–લાગી સીધી હારમાં સ્થાપવામાં આવે છે. આ મંડપ એટલે મેટે હતું કે એમાં પાંચ હજાર ઉપરાંત પ્રતિમાજી માટેની પીઠિકાઓ ઉપરાંત પૂજનવિધિ કરનાર, કરાવનાર અને જોવા આવનાર હજારે માણસે તેમાં બેસી શકે તેટલી સગવડ હતી. એ સ્નાત્ર પીઠિકા હજી પણ જળવાઈ રહેલી છે અને તળેટીની સામી બાજુએ પૂર્વ દિશાએ જોઈ શકાય છે. જે ખેતરમાં મંડપ નાખવામાં આવ્યું હતું તે પણ તળેટીની સામી બાજુએ છે. એ ખેતરમાં ત્યારપછી ખેડ કરવામાં આવી નથી અને અત્યારે પણ એ ખેતર વગર ખેડાયેલું રાખવામાં આવે છે. અમુક સ્થાન પર આવો ભવ્ય બનાવ બને તેની યાદગીરી રાખવાની આ ચાલતી રીતિ છે. વરસાઈના કરાર પર સહીઓ થઈ ત્યાં અને સ્વીટઝરલાંડના લેસન (Lousenna ) શહેરમાં સુલેહ પર મેટા રાજ્યના પ્રધાનોએ સહી કરી ત્યાં તેમની ખુરશીઓ હજુ જાળવી રાખવામાં આવી છે અને એક ચાલુ ભીંતા ઘડિયાળ (કોક)ને તે વખતે ચાલતી બંધ કરવામાં આવી, તે હજુ વગર ચાવી દીધેલ સ્થિતિમાં સહી કરવાને સમય બતાવી રહેલા છે. જે ખેતરની જગ્યામાં આ શુભ કાર્ય થયું તેની યાદગીરીમાં હવે પછી એ ખેતરને અનાજ પકાવવાની અને તેને અંગે ખેડાવવાની તસ્દીમાંથી મુક્ત કરવું ઘટે–એ કઈ ખ્યાલ