________________
પરિશિષ્ટ ન. ૨
પાંજરાપોળની સ્થાપના. મુંબઈ શહેર સંવત ૧૮૮૦ (સને ૧૮૨૩-૪) લગભગમાં વ્યાપારની શરૂઆતમાં હતું. હજુ ત્યાં અનેક સંસ્થાઓની શરૂઆત કરવાની હતી. ત્યાં જેનના મંદિર અને વૈષ્ણની હવેલીઓ થઈ ચૂક્યા હતા, પણ જનાવર માટે પાંજરાપોળની વ્યવસ્થા કાંઈ નહોતી. લૂલાં, લંગડાં, ઘરડાં, અપંગ જનાવરે ખાસ કરીને ગાય, ભેંસ, બળદ માટે કોઈ સ્થાન નહોતું. જીવદયાપ્રતિપાળ મેતીશાહ શેઠે એ બાબતને નીવેડો ભારે અજબ રીતે સિદ્ધ કર્યો. એમાં એમની કાર્યકુશળતા અને ધર્મવિશાળતાં દેખાઈ આવે છે. એને લગતી હકીક્ત નીચે પ્રમાણે સંભળાય છે.
શેઠ મોતીશાહને એક વખત સંકલ્પ થયે કે– મુંબઈમાં પાંજરાપોળની મેટી જરૂર છે. ઘણાંખરાં ગામ કે શહેરમાં એ કાર્ય જેને ઉપાડી લે છે. કેઈ કઈ જગ્યાએ સમસ્ત વણિક મહાજન પણ એ કાર્ય ઉપાડી લે છે. મુંબઈમાં મોતીશાહ શેઠે એ કાર્યને ઉકેલ અકસમાત્ રીતે અથવા ગોઠવણ કરેલી રીતે આ. બેમાંથી કઈ રીતે તેમણે લીધી હશે તેને નિર્ણય કરે મુશ્કેલ છે, પણ હકીકત નીચે પ્રમાણે બની કહેવાય છે.
એક પ્રસંગે તેમણે મોટી હવેલીના મુખ્ય ગેસ્વામી(ગેસાંઈજી)ને પિતાને ઘેર પધરામણી કરવા વિજ્ઞપ્તિ કરી.
* આ હકીકતને આ પુસ્તકના પ્રકરણ આઠમા સાથે સંબંધ છે.