________________
શેઠ મોતીશાહ
૨૫. મહત્સવ, દેવતાઓની પૂજા વિગેરે થઈ રહ્યા બાદ પ્રતિમાની બાહ્ય શુદ્ધિ માટે અઢાર અભિષેકની વિધિ કરવામાં આવે છે. તે માટે પવિત્ર નદીઓ વિગેરેનું જળ મંગાવવામાં આવે છે અને તે જળમાં સુગંધી દ્રવ્ય નાખી પંચામૃતથી અભિષેકે કરવામાં આવે છે અને શુભ મુહૂર્ત વખતે સુવર્ણની સળી જેને શલાકા કહેવામાં આવે છે અને જેને આકાર લગભગ દિવાસળી (માચીસ) જે પણ મોટે હોય છે તેનાથી અતિ પવિત્ર આચાર્યશ્રીને હાથે પ્રતિમાની આંખમાં અંજન કરવામાં આવે છે. એ અંજન થાય તે વખતથી એ પ્રતિમા-મૂર્તિ પૂજનિક થાય છે, તેનામાં ઇશ્વરત્વના પ્રાણ પૂરવામાં આવ્યા એમ તે સમયથી ગણાય છે, અને ત્યાર પછી તેની નજીકમાં ખેરાક ખવાય નહિ, પાણી પીવાય નહિ, તેને વસ્ત્ર અડવું ન જોઈએ વિગેરે અનેક આશાતનાથી બચવાનું પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આ અંજનવિધિ ન થાય ત્યાં સુધી બીજી વસ્તુઓથી ભેદ ગણવામાં આવતું નથી. આ વિધિમાં મુહૂર્ત વખતે અંજન આંજવાને વિધિ અગત્યને ગણાય છે, અને ઈશ્વરત્વ આરોપની વાતને મુખ્યપણે ઠસાવવાની અગત્ય હોઈ આ વિધિને પ્રતિષ્ઠા–પ્રતિછાપન અથવા અંજનશિલાકા કહેવામાં આવે છે. જે આચાર્ય મહારાજના વરદ હસ્તે આ અંજન લગાવવાનું કાર્ય થાય છે તેમણે એ પ્રતિમા પર ઈશ્વરત્વને આરેપ કર્યો-ઇશ્વરત્વ પ્રતિષ્ઠિત કર્યું અને તેની પાટલી પર લેખ કેતરવામાં આવે છે અને કેટલીકવાર ધાતુના બિંબમાં પ્રતિમાજીના પરિકરની પાછળના ભાગમાં પણ એ લેખ કેતરવામાં આવે છે. આ વિધિ થતાં પ્રતિમા પૂજ્ય ગણાય છે. ત્યારપછી સ્નાન કર્યા