________________
નામાંકિત નાગરિક જાળવી રાખ્યા છે, મેં એ અસલ કાગળો જોયા છે. તે વખતે કાગળની ચબરખીઓ લાંબી લાંબી કરી એક સાથે બીજી ચબરખી ચોંટાડી કાગળની બન્ને બાજુ પર લખવાનો રિવાજ હતે. એ કાગળના કેઈક નમૂના અસલ ભાષામાં નમૂના તરીકે પરિશિષ્ટમાં રજૂ કર્યા છે તે ઉપરથી શેઠ મોતીશાહની કામ લેવાની કેટલી તીવ્રતા હતી, તેમને સ્વભાવ કે હતે, તેઓ પ્રત્યેક કામ પર જાતિદેખરેખ કેટલી રાખતા હતા, તેમને ખરચીને કાંઈ હિસાબ નહેાતે પણ કામ જલદી પૂરું કરવાની ખૂબ તમન્ના હતી એ વિગેરે ઘણી હકીક્ત જણાઈ આવે છે.
ભાયખળાનું દેરાસર બાંધવાનું કામ સંવત ૧૮૮૪માં શરૂ કરવામાં આવ્યું. એમાં ભવ્ય દેરાસર કરવા સાથે સામે પુંડરીક ગણધરની સ્થાપના, પછવાડે રાયણ પગલા અને તેની પાછળ સુરજકુંડ કરો અને દેરાસરની સામે વિશાળ ચોક રાખી તેમાં કાર્તકી ચૈત્રીને દિને શ્રી સિદ્ધગિરિને ૫ટ્ટ ખુલ્લે મૂકવાની જગા એમના ધર્મભાવનામય મગજમાં આવી. એક કાગળ ઉપરથી જણાય છે કે સંવત ૧૮૮૪ના ભાદરવા માસમાં ભાયખળા દેરાસરનું બાંધકામ તડામાર ચાલતું હતું. તેને માટે સેમપુરા કારીગર પાંચ, કુંભારીઆ કડિયા કારીગર ૪૦ અને મરાઠા ઠુંઠફડા જણ દશ કામે લાગેલા હતા. એ કામ ઉપર દેખરેખ રાખનારા ત્રણ મહેતા હતા. તેની ઉપર સૂત્રધાર રામજી તથા સૂત્રછોડા તરીકે રણછોડ હતા. કાગળ જણાવે છે કે “આ કામ ચાલતું ત્યારે નિયમિત શેઠજી દિન છ ઘડી ચડતાં ઘડવેલ મધ્યે બેસીને આંટે આવતા અને પડકારો દઈ જાતા, કામ ધમધોકાર ચાલતું.”