________________
શેઠ મોતીશાહ
૨૫૯ આ વસ્તુસ્થિતિની પાછળ હશે એમ અનુમાન થાય છે. એ. વિશાળ ક્ષેત્ર અત્યારે પર અણખેડાયેલું રહે છે એ હકીકત છે.
આટલી મોટી પ્રતિષ્ઠાવિધિ કરવાની, આટલાં બિબને, અંજન કરવાનું, બિંબપ્રવેશ મહોત્સવ માટે ગિરિરાજ પર સર્વ વિધિ ફરીવાર કરાવવી અને વિધિઓ વિસ્તારપૂર્વક સંપૂર્ણ અંશે કરાવવાની ઈચ્છા હોવાથી ત્રણ ગચ્છના ધુરર્ધાર આચાર્યોને તે વખતે આમંત્રણ કરી પાલીતાણે બોલાવવામાં આવ્યા હતા. શેઠ ખીમચંદભાઈએ ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનમહેન્દ્રસૂરિને અત્યંત આગ્રહભરેલું આમંત્રણ કરી બેલાવ્યા હતા. શેઠ અમરચંદ ખીમચંદ દમણએ તપગચ્છના આચાર્ય (મૂળપાટે–શ્રીપૂજ્ય) શ્રી ધનેશ્વરસૂરિને આમંત્રણ કરી લાવ્યા હતા. તપગચ્છના સંવેગી પક્ષમાં તે વખતે આચાર્યની સ્થાપના કરવામાં નહોતી આવતી એટલે આચાર્ય સ્થાન તે શ્રીપૂજ્યનું રહ્યું હતું અને ગણિ, પંન્યાસ પદવી બહુ મર્યાદિત સંખ્યામાં સંવિપક્ષમાં આપવામાં આવતી હતી. આ પ્રતિષ્ઠા વખતે તપગચ્છના અનેક સાધુઓ આવ્યા હતા. પંડિત વીરવિજય હાજર હતા એ તેમના રચેલા ઢાળિયા પરથી જણાય છે. શ્રીમદ્દ પદ્યવિજયજી તે વખતે હયાત હતા. તેઓ અને તેમના શિષ્ય પંડિત રૂપવિજય આ પ્રતિષ્ઠા વખતે હાજર હતા કે નહિ તેને કાંઈ ઉલ્લેખ મળતો નથી. જેનાથી બની શકે તે ઘણાખરા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ પાલીતાણે આવ્યા હતા એમ બરાબર જણાય છે. અને શેઠ હઠીસંગ કેશરીસિંગના આગ્રહ અને આમંત્રણથી સાગરગચ્છના આચાર્ય શાંતિસાગર પાલીતાણે તેમના (હ.કે.ના)