________________
૧૭૪
નામાંકિત નાગરિક દરિયે કે છેડતા હતા અને પરદેશની કમાણી દેશમાં કેવી રીતે લઈ આવતા હતા તેટલા પૂરતું સમજવા અને ધ્યાનમાં રાખવા ગ્ય છે. નાનજી ચીનાઈની પત્નીને બાર વર્ષ પછી કલ્પનામાં વિધવા બનેલી દશામાંથી સધવા બનતાં જે આનંદ થયો હશે અને શત્રુંજય પર ચામુખજીને સજોડે બેસાડતાં જે ભવ્ય સ્વપ્નાં તાજાં થયાં હશે એ તે ખરેખર અક૯ય છે અને સુંદર નવલિકાના સાચા વિષયનું સ્થાન માગે છે.
આ ટુંકની પાછળ ભાગ તે મોટા પથ્થરના ખડકેવાળે હતું અને ત્યાં ભીમનાં પગથી હતાં. એ ભાગ ઘણે ઊંચે હઈ તેના વચલા ગરભમાં પ્રવેશ દરવાજાની બરાબર સામે પાછળની ડેલી મૂકી શકાયું નથી. આને લઈને ઉપરના મુખ્ય મંદિર અને અમરચંદ દમણના દેરાસર (નં. ૬)અને ગોઘારી કીકાભાઈ દેરાસર(નં ૭)વચ્ચે જે અંતર પડયું તે ચેકની સીધી લાઈનમાં પાછળ ડેલી મૂકી છે. આથી નવટુંકમાં જવાને માર્ગ સુગમ થયું છે. આ પાછળની ડેલી શેઠ બાલાભાઈની ટુંકની બરાબર સામે આવે છે, સ્થાનની સગવડ ખાતર આ ગોઠવણ કરવી પડી હોય એમ જણાય છે. કુંતાસરના તળાવ અથવા ગાળાને ખ્યાલ કરવાથી અને અદબદજી આગળ ઊભા રહીને જેવાથી આ હકીકતને બરાબર ખ્યાલ આવે તેવું છે. અસલ નવટુંકને રસ્તેથી મેટી ટુંકે જવું હોય તે જવાને રસ્તે ઘણે ખરાબ, ઊંડે અને ઘાટઘટ વગરને હતો તે હકીકત જાણીતી છે, એની વિગત અન્યત્ર આપવામાં આવી છે.
આ પાછળની ડેલીની સામે બાલાભાઈની ટુંક છે એ જગ્યા