________________
(૧૭)
ટંકની અંદર દેરાસરે તથા દેરીઓની રચના.
શેઠ મોતીશાહ અમીચંદની ટુંકની રચના અજબ રીતે સુંદર બની છે. એનું ભવ્ય દશ્ય જોવાનું સ્થાન અદબદજીને મંડપ છે. ત્યાં ઊભા રહીને થોડો વખત નિરીક્ષણ કરવામાં આવે તે ખરેખર એક દેવવિમાનને વૈભવ નજર સન્મુખ ખડે થાય છે. બે ગળી વચ્ચે ઊંડી ખીણ હતી, તે ખીણને પૂરી તેના પર કળા અને કારીગરીના આકર્ષક નમૂના ખડા કરનારની કળાની ભાવના નજરને ખેંચ્યા વગર રહે તેમ નથી. એ દશ્યનું વર્ણન કરવું કલમથી શક્ય નથી, એ તે નજરને જ ખેલ છે અને જોયા વગર એને ખ્યાલ આવ મુકેલ છે. એ ટુંકમાં દેરાસરેની હાર છે, તેનું સ્થાપત્ય, તેની સરખાઈ અને તેના શિખરની વિવિધતામાં રહેલી એકતા જરૂર ધ્યાન ખેંચે તેવા છે અને દરેક દેરાસરની રચના વખતે એને સર્વસામાન્ય દેખાવ એની ભૂમિકા પરથી સરખે લાગે તે ઉપરાંત ઉપરથી પણ તાલબદ્ધ લાગે એવી ચેજના એમાંથી તરવરી આવે છે. જે વખતે એ દેરાસરનાં શિખર છોવરાવાઈને સફેદ થયેલાં હોય છે અથવા વર્તમાન યુગના સફેતા કે નવીન ચુના પ્લાસ્ટર લગાડેલ હોય છે ત્યારે એની ગગનચુંબિતા અને