________________
શેઠ મેાતીશાહ
૧૯૩
સશક્ત
ન હાય, તે પણ તેને બીજા ટ્રસ્ટીએ કે એકઝીક્યુટરો નીમી પરાધીન કરવા એ યેાગ્ય નહોતુ ઘણી માટી મિલકતા બહારના ટ્રસ્ટીઓને સોંપવા જતાં પછવાડે રહેનાર વિધવા કે એકના એક પુત્રની કેવી પરાધીન દશા થાય છે તેના તેમને અનુભવ થયેલા હોવા જોઈએ. કેટલીક વાર તા લાખાની મિલ્કત મૂકી જનાર વસીઅત કરનારની વિધવાએને ટ્રસ્ટીને ઘેર ભરણપાષણની રકમ લેવા માટે દર માસે આંટા ખાવા પડે છે અને નિઃસાસા મૂકવા પડે છે—એ તેમણે જોયું હશે અને એક પિતા કે પતિને બદલે આઠ કાકા કે પતિ થાય તેમાં પડતી અગવડતા નિહાળી હશે. ગમે તે હાય પણ તેમણે મિત્રો, સ્નેહીએ અને ભાગીઆએ તથા મુનીમાની મોટી સંખ્યા હોવા છતાં આખી મિલ્કતના વહીવટદાર તરીકે પેાતાના એકના એક પુત્રને કુલ સત્તા સાથે નીમ્યા તેમાં તેમના અવલાકનને પરિણામે પ્રાપ્ત થયેલ વ્યવહારદક્ષતા કારણભૂત હાય એમ જણાય છે.
વીલના છેવટના ભાગ પરથી જણાય છે કે–શેઠ મેાતીશાહને શેઠ (સર ) જમશેદજી જીજીભાઇ અને શેઠ બમનજી હારમસજી વાડીઆ સાથે ઘણા સંબંધ હતા. તેમણે પેાતાના પુત્રને કુલ સત્તા સાથે નીમીને પછી છેવટે ભલામણ કરી છે કે તેમના પુત્રે વસીઅતની ગેાઠવણ પ્રમાણે વ્યવસ્થા કરવી અને કાઈ સાથે વરવાંધા પાડવા નહિ, છતાં કોઈ વખત કેાઈ સાથે વાંધા પડી જાય તે! સદર પારસી મિત્રોની સાથે ‘ મસલત ’ કરીને તેઓની સલાહ પ્રમાણે વરવાંધાઓ માંડી વાળવા, આવી જાતની સૂચના
૧૩