________________
૨૨૪
નામાંક્તિ નાગરિક
આટોપવાની હતી. વહેવારકુશળ માણસોએ અંતે ચાલુ વ્યવહાર માનવા કરતાં શેઠના હુકમ અને ઇચ્છાને વધારે માન આપવાની સૂચના સ્વીકારી અને ઘણી તપાસ અને જોશીની ગણતરી પછી લીધેલ મુહુત ને ફેરવવું નહિ એવા નિશ્ચય પર સ આવી ગયા. શેઠનું વચન અને સારું મુહૂત ફેરવવું નહિ એ વાતના અંતે નિશ્ચય થયા. શેઠાણી દિવાળીબાઇ મજબૂત વિચારના ખાઇ હતા. એમણે એ વિચાર સંમત કર્યાં, કેાઈ અંદરખાનેથી ગણગણતા હતા કે શેઠને ગત થયાને હજુ એ માસ પૂરા થયા નથી, ત્યાં ઉત્સવ મંડાણુની વાત અનુચિત કહેવાય, પણ ઘરના માણસા અને મોટા સલાહકારો એકમત થયા એટલે અંતે વાતના નિશ્ચય થયા અને લીધેલ મૂરતે કામ આદરવુ' અને આટાપવુ એમ સ એકમત થયા. દિવાળી લગભગમાં અંતે નિર્ણય થઈ ગયે કે શેઠની ઇચ્છાને માન આપી મહા માસમાં બન્ને મુહૂર્તો લીધેલ તારીખે કરી નાખવા.
વાત કાંઈ નાનીસૂની નહેાતી. પાલીતાણા જવા માટે સંઘ કાઢવા અને ત્યાં પ્રતિષ્ઠામહાત્સવ કરવા અને ખિમપ્રવેશ મહાત્સવ કરવા એ તે વખતનાં સાધન-સામગ્રી અને અવરજવરનાં સાધનાને અંગે મહાભારત કામ હતું અને ઘણી વિગતવાર ઝીણવટથી તૈયારી માગતા હતા. મોટા શેઠની ઇચ્છા ઠામ ઠામના સઘાને આમત્રણ કરી અમુક દિવસે પાલીતાણે પહેાંચવાની હતી. અને પાલીતાણામાં સવ" સદ્યાની ભક્તિ દિવસા સુધી કરવાની હતી. આ પ્રમાણે વ્યવસ્થા કરવા માટે તે અનેક જાતના ડેરા, તંબૂ, વાસણ, ગાડલાં, ગાઇડાં રાવટીએ