________________
નામાંકિત નાગરિક રૂપાબાઈનો આશીર્વાદ સમજતા. એની સાથે એ સૂત્રધાર રામજી સલાટને પણ સારાં પગલાંને ગણું એની પ્રશંસા કરતા.
આ રામજી સલાટ સંબંધી આટલા વિસ્તારથી ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે આ ગ્રંથની સામગ્રીમાં તેણે પિતાને ઘેર પિતાના પુત્ર તથા સગાને લખેલા પત્ર મોજુદ છે, એ પત્રોને ઉપગ આ પુસ્તક–રચનામાં ઘણે અગત્યને ભાગ ભજવે છે. એ વખતના જનસમાજની રચના અને કારીગર તથા મજૂર વર્ગની સ્થિતિ પર ઘણે પ્રકાશ પાડે છે. શેઠશ્રીની ઉદારતા અને ધર્મભાવના સાદી ભાષામાં પ્રકટ કરે છે અને તત્કાલીન સાહિત્ય હેઈ અને શેઠની પ્રશંસા માટે લખાયેલ કાવ્ય ન હોઈ તથા સ્વાભાવિક ભાષામાં હાઈ કૃત્રિમતાના ઓળથી વિકૃત થયેલ ન હોઈ સાચું ચિત્રપટ રજૂ કરે છે. એ પત્રોની વિગત આ ચરિત્ર રચના માટે પ્રાપ્ત થયેલ હોઈ અને સૂત્રધાર રામજીના અનેક પ્રસંગે અવારનવાર આ પ્રસંગમાં આવેલા હાઈ અત્રે તેને ઉલ્લેખ કર્યો છે.
એકાદ પ્રસંગ અહીં ખાસ વર્ણવવા જેવું જણાય છે. સૂત્રધાર રામજીના ભાયખલા દેરાસરની રચનાના કાર્યથી સંતોષ પામીને પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે (સં. ૧૮૮૫-ભાગશર શુ. ૬) શેઠ મોતીશાહે સ્થપતિને પહેરામણ–શિરપાવમાં
સુંડલી ભરીને દાગીના દીધેલા હતાં. રામજી સલાટને શિહેરવાળા મેતા મેરાજ શામળાનું કરજ હતું એટલે એણે વિચાર કર્યો કે-જે દાગીના લઈ દેવું પતાવવા જઈશ તે મેઘમ વસ્તુ માની લેણદાર અરધી કિંમત પણ જમે નહિ આપે એટલે