________________
શેઠ મેાતીશાહ
૨૪૫
સફાઈ રાખવા માટે બહુ ચીવટથી સગવડ કરવામાં આવી હતી. નિહારની વસ્તુના સંગ્રહમાંથી બે ફાટી નીકળે એવા પ્રસ’ગજ ન આવે તેની પ્રથમથી સગવડ રાખવામાં આવી હતી. લાખા માણસાને પાણીની જરા પણ અગવડ ન પડે તેવી સગવડ ઉતારે કે તબુએ પહેાંચતી કરવામાં આવી હતી. અને દરરાજ હારા જૈના અને જૈનેતરો આવ્યા જતા હતા અને સને ચથાયાગ્ય સ્થાન માટે વ્યવસ્થા ગોઠવણુપૂર્ણાંક થઈ જતી હતી.
ચાકી પહેરા માટે મુંબઇથી પેાલિસ પલટનને સાથે લેવામાં આવી હતી. તે ઉપરાંત સ્થાનિક માણસો અને આવેલા સેંકડા સ ંધા અને સાથેાસાથ પહેરેગીરા અને ચાકીઆતા માટી સખ્યામાં આવ્યા હતા. મોટા રાજવી જેવા શેઠીઆએ સુકામ મુકામ પર જઈ લોકોની સુખાકારીના પ્રશ્નના પૂછતા અને જાણે એક મોટા કુટુંબની જમાવટ થઈ હોય, માટી અક્ષૌહિણી સેનાની છાવણી પડી હોય, માટા માઘ મેળેા મળ્યો હોય તે પ્રમાણે આખા શહેરમાં નદીથી ડુંગરની તળેટી સુધી મધપુડાની માખીઓની પેઠે ચારે તરફ કીલકીલાટ, ધમાલ, આંતરિક વ્યવસ્થા અને ધર્મપ્રેમના વાયુ વાઈ રહ્યા હતા.
ખાવા-પીવા માટે અનેરી તજવીજ હતી. લાકા ખાઈને ધરાઈ ગયા હતા. લાડવાના ડુંગર ખડકેલા હતા. લાકોને એટલી તૃપ્તિ થઈ ગઈ હતી કે લાડવાના રસ્તા પરના ઢગલા પાસે આવે ત્યારે નાક આડા રૂમાલ રાખવા પડતા હતા. શેઠના મુખ્ય સંઘ પાલીતાણામાં સ. ૧૮૯૩ ના પાસ વદ ૧ ને રાજ દાખલ થયા અને ફાગણ શુદ ૨ સુધી પાલીતાણામાં રહ્યો. દરમ્યાન અઢાર દિવસ તે શેઠ ખીમચંદભાઇએ. આપે ચાખા મૂકયા. આંપે ચાખા મૂકવાના અથ એ છે કે તે દિવસે આખા