________________
શેઠ મોતીશાહ
૧૯૧ (૫) શેઠ વાડીઆ બમનજી હોરમસજીની સાક્ષી છે. આ આખું વીલ એની અસલ ઢબે વાંચી જવા ભલામણ છે. એ વીલ ઉપરથી ઘણી હકીકત જાણવા લાયક પ્રાપ્ત થાય છે. એમાં મેતીશાહ શેઠની હૃદયભાવનાઓના પ્રકાર સમજાય છે, એમાં એમની દાનપદ્ધતિના વહેણના માર્ગોનો ખ્યાલ થાય છે, એમાં એમના પુત્રની શક્તિના ખ્યાલો કેવા હશે તે સમજાય છે, એમાંથી એમના સગાસંબંધીઓ એમની સાથે કેવો વર્તાવ રાખતા હશે તે સમજાય છે, એમાંથી એમના વેપારને વિસ્તાર કેટલો હશે તેને ખ્યાલ થાય છે અને એમાંથી ઘણું ઘણી બાબતે સ્પષ્ટ થાય છે. અહીં તે પર જરૂરી મુદ્દામ મુકતેચીની કરીએ અને બાકીનું વાંચનારની કલપના અને સમાજ પર છોડીએ.
આ વીલને પાવર (probate ) શેઠ ખીમચંદ મેતીચંદે તા. ૮ સપ્ટેબર ૧૮૩૭(સંવત ૧૮૬)માં મેળવ્યું હતું, અને અસલ વીલ હાઈકોર્ટમાં છે. એ વીલને મજકુર અને હાઈકેટને છાપમહેર જતાં એના પર શંકા લાવવાનું કાંઈ કારણ નથી. વલ(વસીયત) વાંચતાં નીચેની હકીકત પર ધ્યાન ખેંચાય છે –
૧. શેઠ મોતીચંદ અમીચંદની શ્રી ગોડીજી પાર્શ્વનાથ પર અવિચળ શ્રદ્ધા હતી. એ દસ્તાવેજોની શરૂઆત ગોડી પાર્શ્વનાથના નામાભિધાન સાથે કરે છે. જેમ ઘણા વેપારીઓ ગૌતમસ્વામીનું નામ દરરોજના મેળને માથે લખે છે અથવા જેનેતર વેપારીઓ ગણેશને નમસ્કાર કરી ખાતું શરૂ કરે છે તેમ શેઠ મેતીશાહ ગેડીજી મહારાજનું નામ લઈ સર્વ શુભ કાર્ય શરૂ