________________
૩૦૪
નામાંતિ નાગરિક તળાજામાં નાની ટેકરી અને ઉપર સાચા દેવનું સ્થાન છે. એ શ્રી સુમિતનાથ ભગવાનના જાગતા બિબ કહેવાય છે. તેઓ સાચા દેવના નામથી ઓળખાય છે, ત્યાં અખંડ દીવા ઉપર મસી ન પડતાં કેશરવણે પદાર્થ દવાના ચાર પર જામે છે એ જગજાણીતી વાત છે. આ તાલધ્વજગિરિ–તળાજા, શેત્રુજીના કાંઠા પર જ આવેલ છે. નાનું છતાં ગામ મનહર છે અને તે વખતે ગામમાં પણ દેરાસર હતું. નાની ટેકરીની બે– પાંચ યાત્રા એક દિવસમાં કરી શકાય તેવી મજા છે અને એની વિશિષ્ટતા ગુફાઓ અને મંડપમાં છે. એ ભૂતકાળના અવશેષો જળવાઈ રહ્યા છે અને પૂર્વ કાળની બૌદ્ધ અને શ્રમણ સંસ્કૃતિને યાદ આપનાર સાચાદેવનું મનહર સ્થાન છે.
આ તળાજા ગામમાં સંઘ થડા દિવસ રહ્યો. રહેવા ગ્ય સ્થળને આનંદપૂર્વક ઉપગ કર્યો અને તળાજી નદીના જળમાં લેકેએ કલેલ કર્યા અને ભાવુકે જરા દૂર શત્રુંજયા નદીની રેતીમાં આનંદ-સ્વને ભેગવી આવ્યા. આ તાલધ્વજની ટેકરી પરથી જ્યારે ચારે તરફ અવલોકન કરવામાં આવે છે ત્યારે દર અને નજીકના દેખા બહુ આનંદપ્રદ અને હૃદયંગમ થાય છે. ફાગણ માસમાં બહુ વનરાજી કે લીલેરી તે દેખાતી નથી, કાઠિયાવાડને એ પ્રદેશ ઉનાળામાં તદ્દન સુક્કો થઈ જાય છે, પણ જુદાં જુદાં ખેતરો અને વચ્ચેથી પસાર થતી શત્રુંજયા નદી અને દૂર દેખાતે હાથીના આકારને આસમાની રંગથી ઘેરાયેલો શત્રુંજય પર્વત અને તેના પર અંબાડી જેવા દેખાતાં મંદિરની હાર એક અભિનવ ચિત્ર