________________
શેઠ મોતીશાહ
૨૬૧
મહારાજની વિશેષ જરૂર હતી. ત્રણ જુદા જુદા ગચ્છના એક જ કાર્યમાં છતાં ગચ્છભેદને અંશ માત્ર બીલકુલ ઝગડે નહોતે, ભેદભાવ નહોતે, પરસ્પર સલાહથી અંજનશલાકાનું કામ કર્યું હતું. “જે જે કુટુંબ જે ગચ્છને માનતા હતા તેના આચાર્યોને પધારવા તેમણે વિનંતિ કરી હતી. આવી નેધ છે. એમાં મંદિરની અંજનશલાકા લખી છે તે સમજફેર જણાય છે. અંજનવિધિ પ્રતિમાની હોય, મંદિરની ચૈત્યપ્રતિષ્ઠા થાય-વજદંડની પ્રતિષ્ઠા થાય એટલે એમાં પણ પૂજ્યભાવ આવે છે. આ રીતે તે પ્રસંગ પર લગભગ દસ લાખ જેને અને તે વખતે ઉપલબ્ધ ઘણાખરા સાધુઓ, સાદેવીએ પાલીતાણે મહત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. આચાર્યોને આ મેળ નાંધી રાખવા યોગ્ય છે.
આ મહોત્સવ પ્રસંગે પાલીતાણામાં ઠાકોર પ્રતાપસિંહ ગહેલનું રાજ્ય હતું. રાજ્ય સામાન્ય હતું, રયાસત તેના પ્રમાણમાં હતી. ઠાકરે પિતાની બનતી મદદ આ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યને અંગે કરી હતી અને તે મેટા પ્રસંગોએ અનેક વખત મંડપમાં હાજરી પણ આપી હતી. રાજ્યની વિશેષ મદદને કાંઈ ઉલ્લેખ મળે નથી, પણ રાજ્ય તરફથી કઈ જાતની કનડગત થઈ હોય એવું જાણવામાં આવ્યું નથી અને ઠાકર પ્રતાપસિંહ વારંવાર હાજરી આપતા હતા તે ઉપરથી તેઓ બનતી મદદ કરતા હતા એમ અનુમાન થાય છે. રાજ્ય સાથે મતભેદ અને કેટલાક તકરાર થયા તેની શરૂઆત ઠાકર સૂરસિંહજીના વખતમાં ત્યારપછી થઈ હતી એટલે રાજ્ય તરફથી બનતી સહાય મળવાનો સંભવ છે. બાકી તે