________________
૩૦૩
શેઠ મેતીશાહ - ખીમચંદભાઈ શેઠને દોડાદોડ કરવી નહોતી, એમને તે જીવનને લહાવો લેવો હતો, એટલે પ્રથમ દિવસ ભંડારીએ, બીજો આબે દિવસ બોદાને નેસ રહ્યા, ત્યાં પણ સંઘજમણ અને સ્વામીવાત્સલ્યની વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી હતી અને રાત્રે રાત્રી જાગરણ, પ્રભુભક્તિનાં પદે અને સંઘમીલન આદિ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે શરીરે અશક્ત હેય તેમને કદંબગિરિની યાત્રા માટે ડોળી વિગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પણ બની શકે ત્યાં સુધી ચાલીને યાત્રા કરવામાં અને બને ત્યાં સુધી બાર ગાઉની આખી પ્રદક્ષિણા ચાલીને કરવામાં ઘણાખરા ધર્મધનની પ્રાપ્તિ સમજતા હતા અને સમજીને તે પ્રમાણે લાભ લેતા હતા.
ત્રીજે દિવસે સવારે સંઘ ચેક ગામ તરફ ઉપડે. ત્યાં ધર્મશાળાની સગવડ હતી અને તે આજે પણ છે. પણ ખીમચંદભાઈને સંઘને તે આવી ધર્મશાળા નાની જ પડે, એટલે ડેરા તંબૂથી કામ લેવામાં આવ્યું અને આખું ચેક ગામ અને પાદર સંઘાળુઓથી ભરાઈ ગયું. આ ચેક શેત્રુંજીને જમણે કાંઠે છે જ્યારે ભંડારીઆ અને બાદાનો નેસ એને ડાબે કાંઠે છે, અહીં હસ્તગિરિ નામની ટેકરી છે. ટેકરી નાની અને રમણિક છે. ચઢવામાં જરા મુશ્કેલ છે. પણ ઉપર ગયા પછી પવનથી ઠંડક આપે તેવી છે. ફાગણ શુદને સમય હતો એટલે સૌરાષ્ટ્રની ગરમી શરૂ થઈ ગઈ હતી, પણ એની મધુર મીઠડી રાત્રિઓ એનો બદલે આપતી હતી. હજુ લૂ વાવાની શરૂઆત નહોતી થઈ. ત્રીજે દિવસે ત્યાં સંઘભક્તિ આદિ સર્વ વ્યવસ્થિત રીતે થયા. ત્યાંથી પાલીતાણું સુધી પાછા આવી સંઘ તળાજે ગયે.