________________
નામાંકિત નાગરિક
અત્યારની નજરેં કદાચ આ પગાર ઘણા ઓછા લાગે, પણ તે વખતે ખાધા-ખારાકીના દર-ભાવ ઘણા ઓછા હતા એટલે આ પગાર તે વખતની જરૂરીઆત પ્રમાણે વ્યાજખી હતા એમ જણાય છે તે વખતના દાણા, ઘી, ગાળના ભાવ સરખાવતા જણાય છે કે—એક સ્ત્રી પુરુષ અને બે છેકરા હાય તે પચીશ ત્રીશ રૂપિઆમાં વર્ષના ગુજારા આબસર કરી શકતા હતા. એ યુગની આવા પ્રકારની પરિસ્થિતિ હતી તે પાછળ પરિશિષ્ટમાં આપેલા કેટલાક કાગળા ઉપરથી વધારે સ્પષ્ટ થઈ જશે.
૭૬
તે વખતના જરૂરી ચીજોના ભાવ આપ્યા છે તે પરથી જણાશે કે અત્યારના ભાવ સાથે સરખાવતાં તે વખતે સાંઘારત ઘણી હતી. કાઠિયાવાડમાં તે વખતે કળશીનું માપ હતું. કળશી એકના માણા એકસા. ચાળીશ શેરના એક મણુ થતા અને શેરના રૂપીયાભાર ચાળીશ હતા. સંવત ૧૮૯૧ ના ભાવ નીચે પ્રમાણે હતા.
સંવત ૧૮૯૧ મગ માણા પાા રૂ. ૧-૦-૦, ચણા માણા ૬ા રૂ. ૧-૩-૦, અડદ માણા ૫ રૂ. ૧-૪-૦, ચાળા માણા ૫ રૂ. ૨-૬-૦, તેલ શેર ૧૦ રૂ. ૦-૧૨-૦, ગાંઠીઆ મણુ ૦ા રૂ. ૦-૧૦૦, લાડવા જલેબી મિઠાઈ મણુ ૧. રૂ. ૫-૧૨-૦.
આ ભાવ પરચુરણના છે અને જથ્થાબંધના ભાવા આથી ઘણા ઓછા હતા. ચાપડાના આંકડા પરથી આ ભાવ તારવેલા છે સરખામણી માટે સ ́વત ૧૮૮૮ માં દુકાળ હતા. દુકાળના