________________
२०८
નામાંકિત નાગરિક ૧૩ શેઠ મોતીશાહને ગળે પાલીતાણાની ટુંકની વાત ખૂબ હતી, કલમ ૮ માં જણાવે છે કે-પાલીતાણાના દેરા (મંદિર)નું કામ અત્યારે ચાલે છે તેમાં હજુ ૨,૫૦,૦૦૦ અઢી લાખનું ખરચ બાંધકામ પાછળ બાકી છે-“જે શ્રી ગોડીપારસનાથજી સાહેબ હમારી ઉમર બનશે છે તો તેની મદતથી હમેને ઉમેદ છે જે આવતે વરશે હમે તે જાતરા જાઈને કરશું.” આ તે બાંધકામ પૂરતી વાત થઈ. વીલમાં આગળ તે જ કલમમાં જણાવે છે કે –“તે એમ કરતાં તે સાહેબની ખુશી નહીં હશે તે તે પછી તમારી કા બાદ હમારૂં ધારેલું જાતરાનું કામ સરવે પૂરું કરવું તે હમારા વારસને ફરજ છે તેથી જરૂર કરવું.” આમાં “જાતરા” ની વાત લખી છે તેમાં સંઘ કાઢ અને પ્રતિષ્ઠા પ્રવેશ મહોત્સવ કરવા એ બને વાતને સમાવેશ થાય છે. નવમી કલમમાં “ડેરાનો તા. જાત્રાનો” એમાં બને ખર્ચની ફેડ પાડી તે કર્યા બાદ જે વધે તેને વારસે ખીમચંદભાઈને આપવાની સ્પષ્ટતા કરી છે. પાલીતાણાની બાબત શેઠના મનમાં બહુ અગત્ય ધરાવતી હતી તે વાતની આ કલમ ૮ અને ૯ થી સ્પષ્ટ થાય છે અને તે કાર્ય પૂરું કરવાની તથા સંઘ પ્રતિષ્ઠાની વાત કરવાની ફરજ બહુ ચોક્કસ રીતે ખીમચંદભાઈને માથે નાખી છે.
આ બાબતમાં દેરાસરના કામમાં “હજુય કામ રૂા. ૨,૫૦,૦૦૦) અંકે બે લાખ ને પચાસ હજાર ખરચવા બાકી છે.” એમ કલમ આઠમાં જણાવ્યું છે તેના બે અર્થ શક્ય છેઃ એક તે રાા લાખનું બાકી છે અથવા પોતે પાલીતાણે ખરચવા