________________
૨૬૮
નામાંકિત નાગરિક બેઠા અને લામણ દીવડે તેમના પત્નીએ લીધે. આ જળયાત્રાના વરઘોડાથી મહોત્સવની શરૂઆત થઈ.
કુંભસ્થાપના:-પાસ વદ બારસને દિવસે કુંભસ્થાપના કરવામાં આવી. બિબપ્રતિષ્ઠા વિધિમાં કે બીજી કોઈ પણ વિધિમાં કુંભસ્થાપન વિધિ અગત્યની ગણાય છે. સ્વચ્છ કરેલા મૃત્તિકાના કુંભમાં પવિત્ર જળ ભરી કુંભ ઉપર નાળીએ મૂકી, તેની બાજુમાં નાગરવેલના પાન રાખી લીલા રેશમી કપડાથી ઢાંકી તેને સુતરથી બાંધવામાં આવે છે. આ કુંભસ્થાપના મહત્સવ સ્થાને થાય છે. કુંભને ચોખાના ઢગલા પર સ્થાપવામાં આવે છે. એમાં જળ ભરતી વખતે મંત્રોચ્ચાર થાય છે. એની બાજુમાં અખંડ દીપક રાખવામાં આવે છે. મહોત્સવના પ્રારંભથી તે આખર સુધી સવાર, બપોર અને સાંજ તેની પાસે સાત સ્મરણના જાપ થાય છે. સાત સ્મરણમાં નવકાર, ઉવસગ્ગહર, સંતિકર, નમિજણ, અજિતશાંતિસ્તવ અને ભક્તામર ને બૃહશાંતિને સમાવેશ થાય છે. તે સ્થાને ત્રિકાળ જાપ અને પ્રભાત સાંજ પ્રભાતી અને ગીતગાન સુવાસણ સ્ત્રીઓ કરે છે. આ કુંભસ્થાપનથી મહોત્સવની શરૂઆત થાય છે. પ્રતિષ્ઠાવિધિમાં અખંડ દીવાને ઘણી અગત્યતા અપાય છે. એને અખંડ જાળવવું પડે છે અને એ ઓલવાઈ ન જાય તેટલા માટે ખૂબ ચીવટ રાખવાની હોય છે. તે દીવી ઉપર મેટું ફાનસ રાખવામાં આવે છે, કુંભ સ્થાપનની વિસર્જન સુધી તેની પવિત્રતા જાળવી રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આવી રીતે પોષ વદ બારસ (સં. ૧૮૯૩) ને રાજ કુંભસ્થાપનાથી પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરવામાં આવી.