________________
૨૬૯
શેઠ મોતીશાહ
તીર્થ જળ લાવવા માટે ખાસ માણસે મોક્લવામાં આવે છે. ગંગા, યમુના વિગેરે નદીનાં જળ મંગાવાય છે. પવિત્ર ગિરિરાજ પરના સૂર્યકુંડના, શત્રુંજય નદીનાં જળ મંગાવાય છે. સત્તાવીશ કે ૧૦૮ કૂવાનાં જળ મંગાવાય છે. તેટલા કૂવા ન મળે તે નદીમાં વીરડા કરીને તેની સંખ્યા ૧૦૮ કરવામાં આવે છે અને તેનાં જળ વિધિપૂર્વક મંગાવવામાં આવે છે. જળ લાવનાર સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી બહુ માન અને શુદ્ધિપૂર્વક જળને લાવે છે અને જળને ખૂબ પવિત્ર રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.
શેઠ ખીમચંદભાઈએ સવ વિધિ ઉત્કૃષ્ટ રીતે કરી હતી. એમણે સંક્ષેપ વિધિને કઈ જગ્યાએ આશ્રય લીધે નહે. એમને વિધિ કરાવનાર પણ તે કામના ત્રણ મોટા આચાર્યો મળી ગયા હતા અને કઈ પણ વાત ચલાવી લેવાની ન હોવાથી વિધિ માટે સુંદર વસ્તુઓને સારી રીતે સંગ્રહ કરવામાં આવ્યું હતું.
તળેટી આસપાસ જે વિધિ કરવામાં આવી અને જેનું હાલ વર્ણન ચાલે છે તે બિંબપ્રતિષ્ઠા મહોત્સવની વિધિ સમજવાની છે. વ્યવહારમાં એને અંજનશિલાકા કહેવાય છે. આ આખી વિધિ પાલીતાણા શહેરમાં તળેટી પાસે થઈ છે, એ વાત લક્ષમાં રહે. આની પછી બિબપ્રવેશ મહોત્સવની વિધિની હકીક્ત આવશે, તે સર્વ વિધિ ગિરિરાજ પર થશે. તેને લૌકિક વ્યવહાર ભાષામાં “પ્રતિષ્ઠા ” કહેવામાં આવે છે. હાલ તે વિધિની વાત નથી એ વાત ધ્યાનમાં રાખવાની છે.