________________
શેઠ મેાતીશાહ
૧૦૫
અરધા અર્ધ ભાગ. કામમાં અફીણુ ખરીદી ચીન ચઢાવવાનું હતું. તે વખતે કોઈ ગુજરાતી કાઠિયાવાડી કલકત્ત ગયેલ નહાતા. રેલ્વે નહિ, ભાષાજ્ઞાન નહિ, છતાં નાનજીભાઈએ હામ ભીડી. માતીશાહ શેઠે કલકત્તે પાતાના આડતીઆ પુનમચંદ હકમીચંદ ઉપર પત્ર લખી આપ્યા. અનેક નદી-નાળાં ઓળંગતા. વણઝારાના સાથ લેતા અને ચાકીઆતાના આશ્રય લેતા ત્રણ માસે નાનજીભાઈ પગરસ્તે કલકત્તા પહેાંચ્યાં. આડતીઆને એ આડખીલીરૂપ લાગ્યા. ભાષા ( બંગાળી ) પેાતાને આવડે નહિ એટલે ગામમાં ફરીને કલકત્તાના અનુભવ કર્યાં, વ્યાપારી પદ્ધતિ જાણી લીધી, દલાલા સાથે ઓળખાણ કરી અને ચાર માસ પછી કલકત્તામાં પેઢી ખાલી. પ્રથમ અફીણની ૫૦ પેટીથી કામ શરૂ કર્યું. તે ચીન ચઢાવી. એમની ક્રેડિટ વધતી ચાલી. મેાતીશાહ શેઠે એને એક લાખની ક્રેડિટ આપી હતી તે વધારી એ લાખની કરી આપી. પહેલે વર્ષ જ નાનજીભાઈ અર્ધા લાખ પેાતાને ભાગે રળ્યા એટલે પ્રથમ તે એમણે મુંબઇના પેાતાના દેવાના કાંધા ભરી દીધા પાંચ વર્ષ ને છેડે કુલ દેવાનાં કાંધાં ભરી દીધાં અને એક લાખની મૂડી કરી. આવા સારા સમયમાં કે અગાઉના મંદા સંચાગામાં એની ધર્મશ્રદ્ધા અડગ હતી. એ દેવપૂજન કે નિત્યનિયમ ચૂકતા નહિ. કલકત્તાના પાંચ વર્ષોંના વસવાટ પછી એણે ગાડીઘેાડા રાખ્યા, એમની પુંજી લાખ ઉપરની ગણાવા લાગી અને
"
નાનજી ચીનાઈ” ના નામથી પ્રસિદ્ધિ પામ્યા.
‘મુંબઈના બાહર ' ની નોંધ પ્રમાણે દરિયારસ્તે મુંબઈથી કલકત્ત જનાર પ્રથમ ગુજરાતી હતા.