________________
શેઠ મેતીશાહ
૨૨૩ ચાલું વ્યવહારે સંભાળવાના હતા, તેમજ સગાસંબંધીને
હોટે રહેવાનું હતું. પણ વાતને નિર્ણય કર્યા વગર ચાલે તેમ ન હતું. એક બાજુ શેઠ મોતીશાહને હુકમ અને બીજી બાજુ ચાલુ વ્યવહારની વિસંવાદિતા વચ્ચે ગોથાં ખાતાં એ ભોળા શેઠીઆને અંતે એક બુદ્ધિ સૂજી અને તેના અમલની વાતને નિર્ણય થઈ ગયે.
હકીકત એમ બની કે પ્રતિષ્ઠા અને મહોત્સવ સાથે સંઘયાત્રાનું કામ ક્યારે કરવું તે બાબતમાં ખીમચંદભાઈના મનમાં આહટદેહટ થતું હતું તેને અંગે દિવાળી પહેલાં તેમણે પિતાના પિતાના સંબંધી સ્નેહી શુભેચ્છકો પિકી શેઠ અમરચંદ દમણી, શેઠ ફૂલચંદ કપુરચંદ અને માંગરેલી શેઠ નાનજી જેકરણને એકઠા કર્યા અને તેમની પાસે ચર્ચા શરૂ કરી. આ સર્વ સલાહકારોની સલાહ લેવાની મહંમ મોટા શેઠ ભલામણ વારંવાર કરી ગયા હતા અને અમરચંદ દમણનું સલાહકાર તરીકેનું નામ તે વિલમાં પણ લખી ગયા હતા. આ સંબંધમાં પારસી સલાહકારની સલાહ બહુ ઉપયોગી નીવડે તેમ નહોતું, કારણ કે તેઓ જેનના રીતરિવાજથી બહુધા અજાણ્યા હતા.
આ મંડળીમાં ખૂબ ચર્ચા થઈ. સંઘયાત્રા અને મહત્સવ માટે તે મોટા પાયા પર તૈયારી કરવી પડે અને ઉત્સવમાં તે વાજાંગાલા અને જમણની મુખ્યતા હોય એટલે વહેવારમાં ખરાબ ન લાગે એવી પણ ચર્ચા થઈ, પણ અંતે શેઠ મેતીશાહને હુકમ શિરસાવંઘ ગણાય. શેઠ મેતીશાહની અંતિમ ઈચ્છા એકથી વધારે વખત લીધેલ મુહૂતે સર્વ કામ તુરત