________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦
ચારાદિકનું ગણિત, દ્વીપ, સમુદ્ર, નરક, વિમાનાદિક્ષેત્રમાન, તથા તેની ગણત્રી વિગેરે વિચારો દર્શાવે છે.
ક ધર્મ કથાનુગ–મહા પુરૂષેની જીવન પ્રણાલિકા, તે માંથી ઝળકતી ઉત્તમ નીતિ, સદાચરણ, પૂર્વકાલીન ઇતિહાસ, દીર્ઘદૃષ્ટિએ વિચારતાં પૂર્વાપર કાલને અનુભવ, ઉપાદેયવસ્તુ પ્રત્યેને આદરભાવ, અસદાચારના ચારિત્રથી થતી અસદાચાર પ્રત્યેની ગીં, સાધુ શ્રાવકના આચાર પ્રત્યે પડતા ઉત્તમ ચલકાટ વિગેરે વિચારે દર્શાવે છે.
આ ચારમાંથી સામાન્ય રૂચિવાળા બાળજીવેને તે ધર્મકથાનુગ વિશેષ ઉપકારી છે. આગમમાં શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાશક દશાંગ, વિપાકસૂત્ર, ઉત્તરાધ્યયન વિગેરે કથાનુગના ગ્રંથ છે.
સંસાર યાત્રામાં પડતા યુવકવર્ગને, તેમજ સંસારના વિષય માં લુબ્ધવર્ગને, કથાના તથા ચરિત્રના ગ્રંશે માર્ગદર્શક નીવડે છે. મહાપુરૂષેના ચરિત્રે વિવેકથી વાંચી, તેને પૂર્વાપર સંબંધ વિચારી, તે ઉપરથી સાર ગ્રહણ કરવામાં આવે, તે તેથી વિચાર સુધારણાને, આત્મપ્રકૃતિ નિર્મળ બનાવવાનું વિશેષ મદદ મળે છે. કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ગ્રંથ લખી, આપણું ઉપર મહાન ઉપકાર કરેલો છે. તેને આશય એજ પ્રકારને હવે જોઈએ, એમ પ્રથમ દર્શનિય અનુમાન જાય છે. એ ગ્રંથની અંદર એવી તે ઉત્તમ ઘટના કરવામાં આવી છે કે, બાકીના ત્રણે અનુયેગનું જ્ઞાન, વાનગી રૂપે તેમાંથી ઝળકી નીકળે છે,
મને જીવન ચરિત્ર અને ધર્મકથાનુગના ગ્રંથે વાંચનની રૂચી પ્રથમથી હતી, અને મારી જીવન યાત્રામાં તે મને મદદગાર થયા છે. નેવેલ કૃત્રિમ ચિત્ર રજુ કરે છે, ત્યારે ચરિત્રમાં વાસ્તવિક ગુણોનું જ વર્ણન આવે છે. ખરી કસોટીના પ્રસંગોએ ચરિત્રનાયકે બતાવેલી પૈર્યતા, વાપરેલી બુધિ, અનુકરણીય હોય છે.
For Private and Personal Use Only