________________
[ ૩૪ ]
શ્રી કરવિજયજી ખરાં કારણ શોધી–સમજી દૂર કરવા દરેક સાચા જેન ભાઈ બહેને દઢ પ્રયત્ન કરે જોઈએ.
૨૦ શરીરનું આરોગ્ય સચવાય એવા સઘળા નિયમો લક્ષ્યમાં લઈ જાતે પાળવા અને આપણા બધા કુટુંબમાં પળાવવા દઢ આદર રાખવો જોઈએ. શુદ્ધ સાત્વિક ખાનપાન, શુદ્ધ હવાપાણી અને પ્રકાશવાળા નિર્દોષ સ્થાનની ખાસ પસંદગી કરવી જોઈએ.
૨૧ રોગ-વ્યાધિ એ આપણી જ ભૂલ–ગફલતનું પરિણામ લેખાય છે, તેવે વખતે તેના નિવારણાર્થે નિદોષ ઉપાય કરવાને બદલે કંઈક સ્થળે ધમાધમ કરી મૂકી વધારે કફોડી સ્થિતિ ઊભી કરવામાં આવે છે, તેને બદલે તેનું મૂળ કારણ શોધી સુધારવા તરફ લક્ષ્ય રાખવા અને આપણી ભૂલની જે કુદરતી શિક્ષા મળે છે તે શાંતથી સહન કરી લઈ ફરી તેવી ભૂલ ન કરવા જાગ્રત રહેવા જેટલું બળ મેળવી તેનો સદુપયેાગ કરતાં શીખશું ત્યારે આપણે દહાડો જરૂર વળશે. ઈતિશ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૩૯. ]
સબંધ વાક્યામૃત.
( ૧ ) આપણી ઉન્નતિ કેમ થવા પામે? આપણામાં સદ્વિચાર જાગૃતિને બદલે સદ્વિચારશુન્યતા વધી પડી છે, તેથી જ ખરો સ્વાર્થ ત્યાગ ન કરતાં પરમાર્થથી દૂર