________________
લેખ સંગ્રહ
[ ૧૯૭ ]
લક્ષ આપવુ જોઇએ. દેશકાળને ખરાખર ઓળખીને ચાલવાથી જ આપણી ઉન્નતિ થઈ શકશે.
૧૪ અવિનાશી સુખ મેળવવા આપણે સહુએ પ્રયત્ન કરવા જોઇએ. નિર્મળ આત્મશ્રદ્ધા, જ્ઞાન અને સંયમડે જ તે મેળવી શકાશે. અશ્રદ્ધા, અજ્ઞાન, અસંયમને આદરવાવડે જ આપણે ખરા સુખથી એનસીમ રહીએ છીએ. તે દરિયા જેવડી ગંભીર ભૂલ સુધારી ખરા મા આદર્યા વગર આપણા છૂટકે જ નથી, એમ સમજી સ્વચ્છંદતા તજી, વગરવિલ એ આપણે ખરે રસ્તે વળવુ જોઇએ. એ જ આપણી ઉન્નતિના ખરા માર્ગ છે, એને જ વગરિવલએ આદરવાની ખરેખરી જરૂર છે, તેથી તેમાં પ્રમાદ ન કરવા સહુને સત્બુદ્ધિ સૂઝે. ઇતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૬૮.]
સ્વજીવનની સાકતા કરવાના ટૂંકા ઉપાય.
૧ માતાપિતા, શેઠ, સ્વામી અને ગુરુજન પ્રત્યે સાચાઅકૃત્રિમ વિનય કરવા, કૃતજ્ઞપણે તેમના ગુણુનું બહુમાન કરી આપણે પણ એવા સદ્ગુણી થવા પ્રયત્ન કરવા. તેમની અનુમતિથી સ્વયેાગ્યતાનુસાર આરાધન કરવું અને તેમાં પ્રતિદિન વધારો કરવા લક્ષ રાખવુ.
૨ ધર્મપ્રાપ્તિ માટે કુંચી જેવી મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થતારૂપ સદ્ભાવનાવર્ડ અંત:કરણને સદા ય સુવાસિત રાખવું.
૩ સહુને સ્વઆત્મા સમાન સમજી તેમને સદા ય સુખ