________________
લેખ સંગ્રહ
[ ૧૭૫ ] પ એક બીજાનું ભલું ઈચ્છો. ૬ સોના સારામાં રાજી રહે. ૭ કેઈને પણ સુખી દેખીને પ્રસન્ન થાઓ. ૮ દુ:ખી દેખીને દિલમાં દુઃખી થાઓ. ૯ કઈ જીવ પાપ ન કરે. ૧૦ પાપથી દૂર રહે. ૧૧ પાપ એ શબ્દ જ અનીષ્ટ છે, તેના ફળ કડવાં છે.
૧૨ પાપ બાંધતી વખત ખબર પડતી નથી, પણ તેનાં ફળ ભગવતી વખતે બહુ અનિષ્ટ લાગે છે.
૧૩ ઉત્તમ મનુષ્ય તે જ કે જે પ્રથમથી ચેતે. ૧૪ મધ્ય પુરુષ તે કે જે દુઃખ પડે ત્યારે ચેતે.
૧૫ અધમ મનુષ્ય તે કે જે દુ:ખ પડ્યાં છતાં તે ને તે જ રહે-ચેતે નહીં.
૧૬ કેઈની ઉપર કોધ ન કરે, ક્રોધ કરો તે પોતાની ઉપર કરે, પિતાના દુર્ગણ ઉપર કરે.
૧૭ પોતાના દુર્ગુણ જેઈને શરમાઓ. ૧૮ જગતમાં સદ્દગુણની જ શોભા છે. ૧૯ જગતમાં સદ્દગુણી જ સર્વત્ર માન પામે છે. ૨૦ અભિમાન કેઈ પણ બાબતનું ન કરે. ૨૧ લક્ષમી ગમે તેટલી મળે તે પણ ફુલાએ નહિ.
૨૨ તમારી જેવા અને તમારાથી અધિક અનેક લક્ષ્મીવંતને જુઓ. તેના સામી દષ્ટિ કરે, નિર્ધન તરફ જોશે નહિં.