________________
[ ૧૭૮ ]
શ્રી કરવિજયજી પ્રયત્ન છે, પરંતુ કુપચ્ચ કરવાથી અનાગ્ય વધે છે તે તરફ તેની દષ્ટિ જતી નથી.
પર લક્ષમી વધવાથી વિષયબુદ્ધિ વૃદ્ધિ પામે છે. પક લક્ષ્મી વધવાથી પાપના કાર્ય વધવા માંડે છે. ૫૪ લક્ષ્મી વધવાથી નવી સ્ત્રી પરણવા ઈચ્છા થાય છે. ૫૫ લક્ષમી વધવાથી નવા કારખાનાં કાઢવામાં પ્રવર્તે છે. પ૬ લક્ષ્મી વધવાથી વિષયના સાધનો વધારે જોડે છે.
પ૭ લક્ષ્મી વધવાથી વધારે વધારે વિષયે સેવે છે અને તેને પરિણામે વધારે કર્મબંધ કરે છે.
૫૮ લક્ષ્મી વધવાથી પ્રથમાવસ્થામાં લીધેલા નિયમને ભૂલી જાય છે, નિયમોને લેપ પણ કરે છે. ભવભીનું આ લક્ષણ નથી.
૫૯ ભવભીરુ છે તો જેમ બને તેમ પાપથી ન્યારા થવા–ભવભ્રમણ ઘટે તેમ કરવા પ્રયાસ કરે છે.
૬૦ ઉત્તમ છે ઉપરના વાક્ય વાંચી બની શકે તેટલાને સ્વીકાર કરશે, એમ ઈછી હાલ તે વિરમું છું. ઈતિશમ
[ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૧૭]
આપણી સમાજમાં અરસપરસ સહાનુભૂતિ
દાખવવાની અનિવાર્ય જરૂર. આનંદને વિષય છે કે જૈન સમાજમાં પરાપૂર્વથી સાધમવાત્સલ્ય–સાધમીજને પ્રત્યે વાત્સલ્ય-ભક્તિ કરવાની રીતિ ચાલી આવે છે. કાળક્રમથી જે કે તેની અસલ