________________
લેખ સંગ્રહ
[૩૫] રડવા કૂટવાનો દુષ્ટ-અનિષ્ટ રિવાજ દૂર કરી દેવાની દરેક જ્ઞાતિહિતસ્વી જનોની અનિવાર્ય ફરજ.
પ્રસ્તાવના રૂપે બે બેલ” કઈ વહાલાનો વિયોગ થતાં અતિશોક–ખેદથી છાતી ભરાઈ આવે તેને ખાલી કરવાના હેતુથી આ રડવાનો રિવાજ પ્રથમ પ્રચલિત થયેલે હો જોઈએ. તે હેતુ ભૂલાઈ જઈ અત્યારે તેમાં ઘણી જ કૃત્રિમતા અને ઢગ ચાલે છે, પરંતુ આવી કૃત્રિમતા અને ઢેગ વધી પડવાથી પ્રગટપણે કેટલાં બધાં નુકસાન થવા પામે છે તેનો વિચાર કરવા અને તે સત્ય જ હોય તો તે રિવાજ દૂર કરવાનો પ્રયત્ન કરવાની દરેકે દરેક જ્ઞાતિ-હિતસ્વ જનની તથા સુસાધુજનેની ખાસ ફરજ છે.
એક અદ્ભુત-આશ્ચર્ય સાથે ખેદ. અતિ આશ્ચર્યની વાત છે કે–રાગ, દ્વેષ અને મહાદિક મહાદેષ જેમણે સર્વથા જીતી લીધા છે, એવા જિનેશ્વર જેમના પરમદેવ છે અને તે જ મહાદેને જીતવા સદા ય પ્રયત્ન કરનારા અને તે જ પવિત્ર ઉપદેશ આપનારા જેમના પરમગુરુ છે એવી જૈન જ્ઞાતિ-સમાજમાં આ દુષ્ટ કુરિવાજ શી રીતે ઘુસી ગયા અને તેમનામાં આટલે બધે કેમ ટકી રહ્યો? પરમદેવ-પરમાત્માના પવિત્ર ઉપદેશનું રહસ્ય એ છે કે પ્રત્યેક આત્મા સત્તાએ (શક્તિરૂપે)
ફટિક રત્ન જે ઉજળે (કષાયના વિકારભૂત રાગદ્વેષ વગરને) છે, તેમ છતાં વિવિધ ફૂલના સંબંધે જેમ ટિક રત્ન વિવિધ વર્ણવાળું દીસે છે તેમ શુભાશુભ કર્મયેગે જીવ પણ