________________
લેખ સંગ્રહ
[ ૧૮૧ ]
મનાવી પવિત્ર શાસનસેવાના લાભ લેવા કેવા માર્ગ લેવા જોઇએ તે વગર વલખે વિચારવુ જોઇએ, અને તુચ્છ અંગત સ્વાર્થ તજી, એકતા સાધી, ખંત અને ધીરજ ધરી નિીત માર્ગે સવેળા પ્રયાણ કરવું જોઇએ. કષાયની ત્રણ ચેાકડીએ જીતવાથી જેમને ચારિત્ર પ્રાપ્ત થયું હોય છે એવા સાધુઓમાં ભારે મેટા દરજ્જો ધરાવનારા આચાર્યાદિકાએ કાર્ય –વિઘાતક માનને તજી, જ્યાં મતભેદ હાય ત્યાં શાન્તિથી ધર્મચર્ચાવડે સમાધાન કરી લઇ, આપસઆપસમાં એકતા સાધી સ્વપર ઉન્નતિસાધક પવિત્ર શાસનની સેવા નિ:સ્વાર્થ પણે કરીને સ્વ સ્વ ઉચ્ચ પદવીને સાર્થક કરી લેવી જોઇએ. અન્ય અનેક સમાજો કરતાં આપણી જૈનસમાજ અત્યારે વિદ્યા-કેળવણી વિગેરે ઉન્નતિસાધક વિષયામાં બહુ જ પાછળ પડી ગયેલી છે, તેના વાસ્તવિક ઉદ્વાર કરવા કેડ કસવી જોઇએ. તેમાં બીજા સહૃદય સેવારસિક સાધુ-સાધ્વીએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ અનુમેદનપૂર્વક બનતી પુષ્ટિ આપવી જોઇએ. શાન્ત મગજ રાખી, પ્રસગ મેળવી, સાથે મળી, એક બીજાએએ વિચારની આપલે કરી, એક બીજાના આશયની ઉદારતા જાણી–ાઝી, પ્રથમ તામસ વૃત્તિથી બાંધેલા સાંકડા વિચારો વિસારી મૂકી, શુદ્ધ નિષ્ઠાથી સ્વાચિત કાર્ય કરવા લાગી જવું જોઇએ. એમ નહિ કરવાથી દિનપ્રતિદિન ઉજ્જૂ ખલતા વધવાના અને સમાજની સ્થિતિ વધારે કફોડી થવાના ભય રહે છે, કેમકે સમાજના મેટે ભાગ અભણ-અણુકેળવાયેલ છે. તેને જો એકસ’પીથી ( એકમતે ) સાચા ઉન્નતિના માર્ગ ઉપદેશક સાધુએ તરફથી બતાવવામાં આવે તેા જ તે તેવા સાચા માર્ગે સહેજે વળી શકે, અન્યથા મતભેદથી જુદા જુદા ઉપદેશક સાધુએ તરફથી