________________
[ ર૭૮ ]
શ્રી કપૂરવિજ્યજી આગેવાનો આપણને લાયક જે જે શક્ય ઉપાય બતાવે તે આદરવા આનાકાની નહિં કરતાં, તે ખંતથી આદરી આપણું અને દેશનું દારિદ્રય દૂર કરવા, યથાશક્તિ અને યથામતિ શુભ પ્રયત્ન કરવા ચૂકવું જોઈએ નહિ.
થોડાક વર્ષો પહેલાં ઘણું એક સાધને આપણને સ્વાધીન હતાં. તે બધા પરતંત્રતાની બેડીમાં જકડાવાથી અને તેનું ભાન સરખું (ખરી સ્વતંત્રતા કે સ્વજાતિનું ભાન સરખું) ધીરે ધીરે ભુંસાઈ જવાથી, તેમજ અધિકાધિક સુખ-લપટ, સ્વછંદી બની જવાથી આપણે જાતે જ ગુમાવી દીધાં. તે પાછાં આદરી સજીવન કર્યો જ છૂટકે થવાને, ત્યારે જ આપણે પરાધીનતાની બેડીને તેડી ખરી સ્વતંત્રતાનાં દર્શન કરી શકવાના.
જુઓ, તમને સ્વતંત્રતા અને સ્વમાન જ હાલાં લાગતાં હોય તે તે મેળવવાને ખરે માર્ગ સમજીને ડહાપણથી આદર કે જેથી વધારે લાંબા વખત સુધી પરતંત્રતા અને અપમાન તમારે સહન કરવા પડે નહિ. વિદેશી વસ્ત્રને મેહ ઉતારવામાં ફાવ્યા એટલે બીજી એવી જ કંઇક બીનજરૂરી મેહક વસ્તુઓને મોહ પણ સહેજે છોડી શકાશે. એથી તમારું જીવન ઓછું ખર્ચાળ, સાદુ ને સુખી બનશે અને સ્વપરનું ખરું હિત અધિક પ્રમાણમાં કરી શકશો. એ તમને રુચે છે? “ચે તે જ પચે.” તમે સાચા દિલથી ખરે રસ્તે ચાલે ને સુખી થાઓ. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૨૧]