________________
લેખ સંગ્રહ
[ ૧૩૩ ] બાળકોનું ખરું હિત સમજે છે તે ખરેખર પોતાનો જ કક્કો ખરો કરવા જતાં પિતાના જ પદને ભારે લાંછન લગાડે છે.
રમણિક–વડીલે પિતાના બાળકોને કંઈક સ્વાર્થ પૂરતી કેળવણી આપે છે તે શું નકામી છે? તેથી બાળકનું ભવિષ્ય સુધાની કશી આશા રાખી ન શકાય શું ? - સુબુદ્ધિ-વધારે નહિ તે એક જ જરૂરી બાબતની પૂર્ણ કેળવણી આપવા–અપાવવામાં આવે તેથી જેવો લાભ-હિત નિપજી શકે તેવો લાભ અનેક બાબતની અધકચરી કેળવણીથી નિપજી ન જ શકે, એટલું જ નહિ પણ પાયાવગરની ઉપર ટપકે અપાતી નવી કેળવણીથી તે ઊલટી હાનિ પણ થવા પામે છે. તેવી આધુનિક કેળવણથી બાળકોનું ભવિષ્ય ઉજજવળ થવાની આશા રાખવી નકામી જ લાગે છે.
રમણિક–ત્યારે આપણી ઉન્નતિ જ કરે એવી કેળવણીને પાયો કેવો હોવો જોઈએ ?
સુબુદ્ધ-સ્થિર, શાન્ત, એકાગ્ર અને પવિત્ર એવા મન, વચન, કાયાવડે બ્રહ્મચર્યનું દઢ ટેકથી પાલન કરવા-કરાવવારૂપ પાકે પાયે કેળવણી માટે પ્રથમ નંખા જોઈએ.
રમણિકબ્રહ્મચર્ય પાલન રૂપ મજબૂત પાયે નાંખવા માટે શું શું કરવું જોઈએ?
સુબુદ્ધિ-રૂડી કેળવણરૂપી ઈમારતને ભાર આબાદ ઝીલી શકે એવો બ્રહ્મચર્યરૂપ મજબૂત પાયે તૈયાર કરવા વિદ્યાથી જીવન પર્યત મન, વચન અને કાયાની અથવા વિચાર, વાણી અને આચારની પવિત્રતા વિદ્યાથીઓ સારી રીતે જાળવી