________________
[ ૧૫૪]
શ્રી કર્ખરવિજયજી ૨ કઈ પણ પ્રકારના મિથ્યાત્વકાદવથી ખરડાવું ન જોઈએ.
૩ સ્વપરહિત ચિત્તવન, પરદુઃખભંજન, પરસુખતુષ્ટિ અને પરદેષ–ઉપેક્ષારૂપ ચારે સુંદર ભાવનાને સ્વહૃદયમાં સ્થાન આપી તેને ખીલવવા કચાશ રાખવી ન જોઈએ.
૪ કલેશ-કંકાસ-વેર-ઝેર વિગેરે દરેક શલ્ય દૂર કરવાં જોઈએ.
૫ સર્વત્ર સુખશાતિ પ્રસરે એવી ભાવના સદાદિત રાખવી જોઈએ.
૬ સર્વ કેઈને આપણા આત્મા સમાન લેખવા જોઇએ.
૭ સમાન સંગાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે કરુણા, સુખી અને સગુણ પ્રત્યે પ્રેમ–પ્રમોદ અને દેષિત પ્રત્યે ઉપેક્ષા રાખવી ઉચિત છે, તેથી સ્વપરહિતને હાનિ ન થતાં લાભ જ થાય છે.
૮ લાચાર અને અવાચક પશુ-પંખીઓનું રક્ષણ કરવું સારું છે, પરંતુ તેની પણ મર્યાદા હોવી જોઈએ. તેમનું દુ:ખ દૂર થાય અને તે આનંદમાં રહે, પણ સબળ હોય તે નિર્બળને કચરી નાખે એવી અવ્યવસ્થા તો થવી ન જ જોઈએ. ઘણું કરવા કરતાં સુંદર કરવા તરફ લક્ષ્ય રહેવું જોઈએ. દયાને ન્હાને બંદીખાનું નીપજવું ન જોઈએ.
૯ પશુ-પંખી કરતાં મનુષ્ય જીવન અસંખ્ય ગણું કિમતી જાણું તેનું રક્ષણ કરવા, તેને ખીલવવા તન, મન, ધનને પૂરતો અને વધારે ઉપયોગ થ જોઈએ.
૧૦ બીજા નકામાં ખર્ચ સમેટી નાંખી ઉત્તમ પ્રકારની