________________
[ ર૯૪ ]
શ્રી કરવિજયજી પિતાનું બ્રહ્મવ્રત લૂંટાઈ ન જાય એ પવિત્ર હેતુથી મનને ગોપવી રાખે છે, પણ અન્ય સ્ત્રીપુરુષાદિકને દેખી ચિત્તને ચળાવતા નથી. જ્યાં માંજાર વાસ હોય ત્યાં મૂષક-ઉંદરની જાતને જોખમ લાગે છે તે રીતે સ્ત્રી પ્રમુખના સંગથી બ્રહ્મચર્યનો નાશ થવાનો સંભવ રહે છે, માટે જ જ્ઞાની પુરુષોએ બ્રહ્મચર્યના રક્ષણ અને પિષણ માટે નિર્દોષ સ્થાનમાં જ નિવાસ કરવો કહે છે. એમ છતાં જે અજ્ઞજને આપમતિથી ઉકત આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે એ પ્રથમ વાડને ભંગ કરે છે. એથી અનુક્રમે વિષયવાસના-કામભેગની ઈચ્છા જાગે છે, અનેક પ્રકારની શંકા-કંખ ઉપજે છે, કામવાસના પ્રબળ થવાથી ધાતુવિકાર થાય છે જેથી અનેક પ્રકારના રોગ શરીરમાં પ્રગટે છે, મન વિષય-તૃષ્ણાવાળું બન્યું રહે છે અને તેનાથી પાછું નિવત શકતું નથી. જેથી પરિણામે પ્રાણી મરણાન્ત કણને પામે છે. પવિત્ર બ્રહ્મવ્રતની રક્ષા માટે જ્ઞાની પુરુષોએ ઉપદેશેલી આ ઉત્તમ વાડને આપમતિથી ભંગ કરતાં આવાં માઠાં પરિણામ આવે છે, એમ સમજી સુજ્ઞ સ્ત્રીપુરુષોએ નિજ બ્રહ્મવ્રતની રક્ષા માટે ઉક્ત વાડનું યથાવિધ પાલન કરવા પૂરતી કાળજી રાખવી જરૂરની છે. બેદરકારીથી તેની વિરાધના તો કરવી જ નહિ.
વાડ બીજી (૨) બ્રહ્મવ્રતની રક્ષા માટે મીઠે વચને સ્ત્રી આદિક સમીપે કામ-કથા કરવી નહિ. મીઠે વચને સ્ત્રી આદિક સન્મુખ કામ-કથા કરતાં સહેજે બ્રહ્મવ્રતની વિરાધના થાય છે.
હેતુ–જેમ જેસબંધ ચાલતા પવનથી મોટા વૃક્ષ પણ