________________
[ ૯૦ ]
શ્રી કપૂરવિજયજી દ્રોહ કરનાર પામર પ્રાણીનું ભવિષ્ય શી રીતે સુધારી શકશે ? ધર્મદ્રોહીનું કલ્યાણ શી રીતે થઈ શકે ? તેવા જીવનું કલ્યાણ થવું દુર્ઘટ જ છે.
“દુઃખમેં સહુ પ્રભુકો ભજે, સુખમે ભજે ન કેય; જો સુખમેં ભુકં ભજે, દુખ કહાંસે હેય? ”
અધિકારના મદથી અંધ બની જીવ પિતાની પૂર્વની સ્થિતિ ભૂલી જાય છે. જ્યારે તે પુન્યના ક્ષયે સ્વઅધિકારથી ભ્રષ્ટ થઈ જાય છે અથવા તેના ઉપર અણચિંત્યુ દુઃખનું વાદળ તૂટી પડે છે ત્યારે તેની આંખ કંઈક ઊઘડે છે, અને કંડૂરાજા ની પેઠે પોતે મદોન્મત્તપણે કરેલા અન્યાયને સંભારી તે બદલ પસ્તાવે કરે છે. પરંતુ તે પસ્તા પતંગીયાના રંગ જેવા ક્ષણિક વેરાગ્યથી થયેલ હોવાથી ફરી પાછો જે તે દેવગે પૂર્વ અધિકાર પામે છે યા સારી સ્થિતિમાં મૂકાય છે તો પુન: પૂર્વે વીતેલી અવસ્થા ભૂલી જઈ મદોન્મત્ત પણે વિચરવા માંડે છે. તેવા મંદ અધિકારી જીવને સસમાગમનું યા આપ્તવચનનું સેવન કરવું બહુ જરૂરનું છે. સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂ રિજી કહે છે કે “અહો મુમુક્ષુ જન ! તમે ગુરુગમ્ય ધર્મ. રહસ્ય શ્રવણ કરો અને તેનું મનન કરીને તે બરાબર લક્ષમાં રાખો અને જેથી આત્માનું અહિત થાય એવું કંઈ પણ પ્રતિકૂળ-વિરુદ્ધ કાર્ય પ્રાયે ન જ કરે; પરંતુ સ્વપરનું શ્રેય થાય તેવાં જ અનુકૂળ કાર્ય–આચરણનું સદા ય સેવન કરે.”
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૩૬ ]