Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 333
________________ [૩૨] શ્રી કરવિજયજી કાયાનું સમ્યમ્ નિયંત્રણ કરી દીધું છે તેવા પૂર્ણ અધિકારીની વાત જુદી છે; કેમકે તેમને તે સર્વત્ર સમભાવ જ પ્રવર્તે છે. શ્રીજ્ઞાનસારમાં કહ્યું છે કે “જેમને ત્રિકરણ યોગે મન, વચન અને કાયા એ ત્રણની એકાગ્રતાવડે સ્થિરતા છવાઈ ગઈ છે, તેવા યોગીશ્વર સર્વત્ર ગામ, નગર કે અરણ્યમાં, દિવસે તેમજ રાત્રે સમભાવે જ વતે છે.” વળી કહ્યું છે કે “આતમદશીકું વસતિ, કેવળ આતમ શુદ્ધ,” એટલે કે જેઓ કેવળ આત્મનિષ્ઠ થયા છે, જેમને સ્વરૂપરમણતા જ થઈ રહી છે, જેઓ નિજ સ્વભાવમાં જ નિમગ્ન થઈ ગયા છે એવા સિદ્ધયેગી મહાત્માઓની વસતિ ( તેમનું રહેઠાણ ) તો નિજ શુદ્ધ આત્મપ્રદેશમાં જ હોય છે. તેમને અન્ય વિશિષ્ટ વસતિની વધારે દરકાર હોતી નથી, પણ સાધક જનેને તે તેની દરકાર રાખવાની જરૂર રહે છે જ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૨૯, ૫. ૨૬૪. ] મહાપુરુષનાં ઉત્તમ લક્ષણ. उदारस्तत्त्ववित् सत्त्व-संपन्नः सुकृताशयः । सर्वसत्त्वहितः सत्य-शाली विशदसद्गुणः ॥ १ ॥ विश्वोपकारी संपूर्ण-चन्द्रनिस्तन्द्रवृत्तभूः।। विनीतात्मा विवेकी यः, स महापुरुषः स्मृतः ॥ २ ॥ ૧ ઉદાર ( Ableminded )-જેમનું મન મોટું હોય, જેને શુદ્ર જનેની પેઠે “આ મારું–આ પરાયું” એવી તુચ્છ બુદ્ધિ ન હોય, જેને મન આખી આલમ-દુનિયા (વહુઘેર કુટુકવવામ) કુટુંબ રૂપ સમજાતી હોય તેવી ઉદાત્ત ભાવના રાખનારાં સજજને મહાપુરુષોની ગણનામાં ગણાય છે.

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358