________________
લેખ સંગ્રહ
[ ૨૮૫ ] પૂજામાં લક્ષ સહિત જ વખત વિતાવવા ગ્ય છે. લક્ષ વગર વ્યતીત કરેલો વખત નકામે જાય છે. અવિધિષ તે જેમ બને તેમ તજવા અને વિધિનો આદર કરવા જરૂર ખપી થવું એ સુજ્ઞ જનેને ઉચિત છે.
૨૨ અંગરચના (આંગી) કરતાં, ફૂલની કાચી કળી, વાસી, બગડેલા, નીચે પડી ગયેલાં, મલિન વસ્ત્રાદિક વડે આણેલાં અને જીવજંતુવાળા ફૂલ કે તેવાં ફૂલની માળા પ્રભુભક્તિમાં નહિ વાપરતાં, ઉત્તમ પ્રકારનાં શુદ્ધ ફૂલ તેમ જ તેવાં જ ફૂલની માળા વાપરવી. તે પણ સાયવતી ઘેશ્યા વગર જ કાચા સુતરની ઢીલી ગાંઠ દઈને જ તૈયાર કરેલી હોય તેવી જયણાથી ગુંથેલી ફૂલની માળા પ્રભુના કંઠે સ્થાપી શકાય. સોમવતી ઘોંચેલાં ફૂલનો હાર પ્રભુ ઉપર ચડાવવાનો રિવાજ આજકાલ અણસમજથી વધી ગયેલ દેખાય છે, તે બિલકુલ પસંદ કરવા જેવો નથી, કેમકે તેમાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન છે. આપણુ કરતાં વધારે સુકુમાળ એવા પુપના જીવને એથી કેટલી બધી કલામણ થતી હશે? તેને ખ્યાલ કરવામાં આવશે તો એ રિવાજ સહેજે દૂર થઈ શકશે. પોતાના પ્રાણની જેવા અન્યના પ્રાણ સમજનારને વધારે કહેવું પડે નહિ.
૨૩ ફૂલની પાંખડીઓ પણ છૂટી કરી નાંખવી નહિ, તેમ જ તેને પગતળે કચરવી નહિ, તે પછી સાયની તીક્ષ્મ અણ. વતી તેનું છેદનભેદન તો કેમ જ કરાય ? છેદનભેદન કરેલા ફૂલહાર ચઢાવવા તે કરતાં શુદ્ધ અને સરસ ફૂલે છુટા છુટાં જેમ શેનિક લાગે તેમ પ્રભુના અંગ ઉપર ગોઠવી દેવા વધારે ઉત્તમ લાભકારક અને આનંદદાયક હોવાથી હિતકારી