________________
[૭૮ ]
શ્રી કપૂરવિજયજી - પ દશ દૃષ્ટા તે દુર્લભ માનવદેહ પામીને ઉત્તમ વ્રત નિયમ આદર.
૬ પૂર્વપુણ્યને લક્ષમી પામીને સુપાત્રદાનવડે તેને લહાવો લ્યા.
૭ રૂડી વચનશક્તિ પામીને પરોપકારવડે સહની પ્રીતિપ્રસન્નતા મેળ.
૮ જાણી જોઈને બેટે માર્ગે ચાલનાર અંધ કરતાં વધારે ખરાબ છે.
૯ જાણી જોઈને હિતશિક્ષાની અવગણના કરનાર હેરા કરતાં વધારે ખરાબ છે.
૧૦ અવસર ઉચિત પ્રિય-હિતવચન નહિ બોલનાર મૂંગા કરતાં વધારે ખરાબ છે.
૧૧ પરનિંદા યા પારકા અવર્ણવાદ બોલવામાં મૂંગા થઇ જવું વધારે સારું છે.
૧૨ પરસ્ત્રી તરફ કૂડી (માઠી) નજરથી જોવામાં આંધળા થવું વધારે સારું છે.
૧૩ પરનિંદા અને આ૫વખાણ સાંભળવામાં બહેરા થઈ જવું વધારે સારું છે. - ૧૪ પરાયું ધન હરણ કરી લેવામાં પાંગળા થઈ જવું વધારે સારું છે.
૧૫ જેવું આપણને દુઃખ થાય છે તેવું પરને પણ થાય છે એમ સમજ અન્ય પ્રત્યે પ્રતિકૂળતા ઊભી કરવી નહિ, કેમકે જેવું કરીએ તેવું જ પામીએ.