________________
લેખ સંગ્રહ
[ ૪૩ ]
૧૦ લેાભી માણસ ગુરુને કે અને ગણુતા નથી, કામી માણસ ભયને કે લજજાને ગણતા નથી, વિદ્યાતુર સુખ કે નિદ્રાને ગણતા નથી અને ક્ષુધાતુર રુચિ કે વેળાને ગણતા નથી.
૧૧ સવિવેક બીજો સૂર્ય અને ત્રીજું નેત્ર છે, તેથી ખીજી વાત તજી ફક્ત તેને જ આદર કરે. ઇતિશમ.
[ શ્વે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૦૯ ]
શાસ્ત્રાધ
૧ અનેક સશયાના ઉચ્છેદ કરનાર અને પરાક્ષ (અપ્રગટ) અર્થને બતાવનાર એવું શાસ્ત્ર શાસ્ત્રચક્ષુ નથી તે અધ જ છે.
સર્વનું
લેાચન છે. જેને એ
૨ કાયચેષ્ટા-કાગડાની જેવી ચચળતા, મગધ્યાન—મગલાના જેવી એકાગ્રતા, શ્વાનનિદ્રા (અલ્પ માત્ર નિદ્રા), સ્વપ–પરિમિત આહાર અને સ્ત્રીના ત્યાગ (અપરિચય) એ પાંચ લક્ષણે વિદ્યાર્થીનાં જાણવાં.
૩ સુખસ પદાને ઇચ્છતા પુરુષે નિદ્રા, તદ્રા, ભય, કેાધ, આળસ અને દીસૂત્રતા (કાર્ય કરવામાં મદતા) એ છ દાષા ખાસ તજવા જોઇએ.
૪ સચમ-આત્મદમનરૂપ અગાધ જળથી ભરેલી, (પવિત્ર આરાવાળી), સત્યરૂપ દ્રહવાળી, શીલરૂપ તટવાળી અને દયારૂપ તરંગવાળી આત્મારૂપી નદીમાં હે ભવ્યાત્મન્ ! તુ સ્નાન કર અને શુદ્ધ થા. તે વગર કેવળ જળવડે જ અન્તરાત્મા શુદ્ધિ પામતા નથી-શુદ્ધ થતા નથી.