________________
લેખ સંગ્રહ
[ ૬૧ ]
પ જરા-વૃદ્ધ અવસ્થા આવી, જુવાની ચાલી ગઇ, એમ સમજીને હું સુજ્ઞ જના ! પરમાર્થ સાધી લેવા સાવચેત અને. આયુષ્ય લગભગ પૂરું થવા આવ્યું છે તેમ છતાં પ્રમાદ કરશે તા તમારે માટે કાળ કંઇ પ્રતીક્ષા-રાહ જોઇ રહેશે નહિ.
૬ સાંસારિક સુખને જ રસિક જીવ પેાતાના જન્મ વ્યર્થ ગુમાવે છે, એ બાપડા જીવ ચિંતામણિ રત્નને કાચના મૂલ્યે વેચી દે છે.
૭ મારા તારાનેા ભેદભાવ ઓછાં-નબળાં મનવાળાને હાય છે. ઉદાર-વિશાળ દિલવાળાને તે આખી આલમ-દુનિયા બધી કુટુંબરૂપ જ હાય છે.
ઇતિશમ્.
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૭૦]
નરપતિ પ્રમુખને
હિતબાધ
૧ જો પૃથ્વી પાતે જ ઊગેલાં ધાન્યને ખાઈ જાય, માતા તે જ પુત્રને હણી નાંખે, સમુદ્ર મર્યાદા મૂકી દે, પાવક-અગ્નિ ભૂમિને બાળી નાંખે, આકાશ જો લેાકેાનાં મસ્તક ઉપર તૂટી પડે અને અન્ન જ ઝેરરૂપ થઇ જાય-તેમ જો રાજા પાતે જ અન્યાયઅનીતિ આચરે તા પછી તેને કેણુ રાકવાને સમર્થ થઇ શકે ? ન્યાયનીતિના ઉત્તમ રીતિએ આદર કરી જે નરપતિ રામરાજાની પેઠે સદા ય પ્રજાના ચિત્તનુ રજન કરે છે-પ્રસન્ન રાખે છે તેઓ જ ખરેખર સ્વકર્તવ્યનિષ્ઠ હાઇ સ્વસ’જ્ઞાને સાર્થક કરે છે. બાકી જેઓ જાતે સ્કૂલમ ગુજારી, અન્યાય આચરી પ્રજાને પીડે છે–પ્રજાનું રક્ત પીએ છે તે તે સાક્ષાત્ યમરાજની જેવા જગતને ત્રાસરૂપ થાય છે.