________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી સમજાય છે, તે સહુએ લક્ષમાં રાખવું. વિધિ સહિત કરેલી ભક્તિ જ લેખે થાય છે. આજ્ઞામાં જ ધર્મ છે.
૨૪ બીજા દિવસે નિર્માલ્ય થયેલાં કુલ કે ફૂલમાળ જેમ તેમ જ્યાં ત્યાં ફેંકી દેવા નહિં, તે બધાં ય જાળવીને મોરપીંછવતી ઉતારી લઈ એવાં સ્થળે રાખવાં કે જ્યાં તે કચરાય નહિં. તેમ જ તેમાં ચૂંટી રહેલા કઈ પણ ત્રસજીવને તાપ-તડકાદિકથી વ્યથા થાય નહિ. હવણની કુંડીમાં તે તે નાંખવા જ નહિં; જુદાં જ રાખવાં. સ્નાત્ર પૂજા પ્રસંગે પણ એ વાત લક્ષગત રાખવી.
૨૫ જેમ જેમ જયણા અધિક પળે તેમ તેમ તે પાળવા દરેક ભક્તિ પ્રસંગે ખૂબ લક્ષ રાખવું અને ભક્તિરસિક ભાઈબહેનનું દિલ દુઃખાય એવું કંઈપણ નહિં કરતાં તેમનું મન પ્રસન્ન થાય એવું જ પવિત્ર આચરણ કરવું. દર્શન, વંદન કે પૂજા કરતાં એક બીજા ઉપર ધક્કાધકકી કરવી નહિ, પણ અનુકૂળ સમય (તક) મળતાં સુધી કોઈએક એકાત સ્થળમાં ઊભા રહી પ્રભુનું ધ્યાન ધરવું.
રદ ભક્તિમાંથી નિવૃત્ત થતાં જ સાંસારિક કામમાં રંગાઈ જવું નહિ. જે ભક્તિનો રસ આસ્વાદ (અનુભવ) બરાબર કર્યો જ હોય તે તેની ખુમારી એકાએક ઉતરી જતી નથી; તે પછી પણ કેટલાક વખત સુધી ટકી રહે છે. તે ( અનુભવ)નું સુખ તે ખરેખર અનુભવી જ જાણી શકે છે. શુદ્ધ-સરલ હદયવાળા શ્રદ્ધાવંત પ્રેમાળ ભક્તજનને જ પ્રમાદ રહિત ભક્તિમાર્ગમાં પ્રવર્તતાં એ અનુભવ (રસ આસ્વાદ) પ્રાપ્ત થઈ શકે છે. હદયશુદ્ધિ કરવાની તે ખાસ જરૂર જ છે.