________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજયજી જુદે જુદે મનઃકલ્પિત માર્ગ સૂચવાતાં તેમને મતિભ્રમ થાય અથવા તો તેઓ મનગમતો જ માર્ગ આદરી બેસે. વળી સમાજની આંતરિક સ્થિતિ સુધારવા અનેક હાનિકારક રિવાજે નાબુદ કરવા માટે સહુ ઉપદેશક સાધુમંડળીએ એક મતે જેશભરી ભાષામાં સમાજના નેતાઓના દિલ ઉપર સચોટ વાત ઠસાવાની જરૂર છે.
અત્યારે સમાજની આંતરસ્થિતિ સુધારવા ઉપદેશક સાધુસાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓએ ખૂબ જાગ્રત થવાની જરૂર છે. એમ કરવાથી કેટલાએક અંતરને બગાડો દૂર થઈ જવા સંભવ છે. જ્યાં સુધી સમાજમાંનો સડો દૂર ન થાય, તે દૂર કરવા તનતોડ પ્રયત્ન ન થાય ત્યાંસુધી ગમે તેવી સારી બુદ્ધિથી ધર્મની પ્રભાવના નિમિત્તે કાંઈક ઉપદેશકની પ્રેરણાથી કે શ્રાવકોની પોતાની તેવી ઇચ્છાથી થતાં ઓચ્છવ મહારછવ કે સંઘજમણાદિકથી ધારે લાભ મળવો મુશ્કેલ છે. અંતરનું શલ્ય કાત્યા વગરનો ઉપચાર શા કામનો ? તેથી જ દીર્ધદષ્ટિવાળા સુબુદ્ધિવ તો અંતરના શલ્યને જેમ બને તેમ જલદી ઉદ્ધાર કરવાનું પસંદ કરે છે, ઉપદેશ પણ તેનો જ કરે છે અને તેની સિદ્ધિ માટે પિતાનાથી બનતું બધું કરે છે. જે સઘળા ઉપદેશક એકસંપીથી (એકમત કરીને) સમાજની અંદરને સડે દૂર કરવા દૃઢ નિશ્ચય કરીને સર્વ સ્થળે તનતોડ પ્રયત્ન કરે, સદુપદેશ એક સરખો આપે, ને નેતાઓના દિલ ઉપર બરાબર ઠસાવે અને તેનો યથાર્થ અમલ કરવા ખુબ જોરથી કહેતા રહે તો સંભવ છે કે સમાજની અંદર સડે ઘણે ભાગે દૂર થવા પામે, જેથી સમાજ સારી સ્થિતિમાં આવી શકે. આમ બનવું અશક્ય નથી, ફક્ત તથા પ્રકારની તીવ્ર લાગણીની જરૂર છે. સદુપદેશક સાધુઓની પેઠે સદુપદેશ