Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 350
________________ લેખ સંગ્રહ [ ૩૧૯ ] સુખે પાચન થઈ શકે એવા, સાત્વિક–સાનુકૂળ-ચિકર અને ઉપશામક હોવા જોઈએ. ત્યારે ભાવથી પચ્ય એટલે અનીતિઅન્યાય-અપ્રમાણિકતા યા અધર્મ(હિંસાદિક)વડે ઉપાર્જન નહિ કરેલા પરંતુ ન્યાય–નીતિ-પ્રમાણિકતા યા ધર્મમાર્ગે જ ઉપાર્જન કરેલા હોવા જોઈએ તેમજ અભક્ષ્ય ન હોવા જોઈએ. ૧૦ પ્રમાણપત ખાનપાન કરવાં એટલે ક્ષુધા કે તૃષ્ણા શાન્ત થાય તેના પ્રમાણમાં જરૂર પૂરતાં જ ખાનપાન કરવાં. સ્વાદિષ્ટ જાણીને રસલુપતાથી કે અધિક પ્રમાણમાં હાજરીને હાનિ પહોંચે, અજીર્ણ થાય કે એવી બીજી ઉપાધિ પેદા થાય તેમ વેચ્છાચારીપણે સામાન્ય નિયમોનો ભંગ કરીને ખાનપાનસેવવાં નહિ. એટલું જ નહિ પરંતુ પથ્ય, પ્રમાણે પેત અને સાત્વિક ખોરાકથી બુદ્ધિબળમાં પણ સુધારે થઈ શકશે, જેથી ધર્મને તથા નીતિના માર્ગે સુખે સંચરાશે અને ધીમે ધીમે અધિક અભ્યાસબળથી તેમાં આગળ ને આગળ વધશે. આમ કરવાથી આપણું સાધ્ય સુધરવા પામશે. ૧૧ જે કેવળ નામનો જ નહિ પણ સાચે સાચે સર્વજ્ઞ ભગવાને ભાખેલો ધર્મ કેઈ અંશે પામ હોય, તેનું રસાસ્વાદન કરવું જ હોય તો ખરેખર અજ્ઞાનથી ભરેલી અનાદિ કુવાસના-કુબુદ્ધિ-કુટે આપણે સુધારવી જ જોઈએ. ૧૨ શું ચિંતામણિ રત્ન સુલભ છે ? ભાગ્ય વગર અને ઉદ્યમ કર્યા વગર જ મળી જાય એવું છે ? ના, નહિ જ. તેમ આ ઉત્તમ ધર્મ આશ્રી પણ સમજવું. ૧૩ આ પવિત્ર ધર્મ પામવા માટે આજથી જ-આઘડીથી જ નીતિના ઉત્તમ માર્ગે ચાલવા તમે દઢ નિશ્ચય કરે અને

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358