________________
[ ૮૦ ]
શ્રી કપૂરવિજયજી ૨૭ વિનય–નમ્રતા-મૃદુતા દાખવવી એ મદ-માનને જીતવાને અચૂક ઉપાય છે.
૨૮ ઋજુતા–સરળતા આદરવી એ માયા-કપટને જીતવાને ખરો ઉપાય છે.
૨૯ સંતોષવૃત્તિનું સેવન કરવું એ લેભ-તૃષ્ણાને જીતી લેવાને ઉત્તમ ઉપાય છે.
૩૦ સમતા રૂપી જળધારાથી ક્રોધ–અગ્નિને સારી રીતે ઠારી શકાય છે.
૩૧ કમળ જેવી કે મળ મૃદુતા, વજ જેવા અહંકારને ક્ષણવારમાં ગાળી નાંખે છે એ આશ્ચર્યકારી છે.
૩૨ ત્રાજુતારૂપી જાંગુલીમંત્રના પ્રભાવથી માયારૂપી કાળી નાગણનું પણ ઉગ્ર વિષ જોતજોતામાં ઊતરી જાય છે.
૩૩ સંતેષરૂપ અમૃતવૃષ્ટિવડે ભરૂપી દાવાનળ બુઝાઈ જાય છે, એટલે તેથી પ્રગટતી તૃષ્ણારૂપી જ્વાળા શાન્ત થઈ જાય છે.
૩૪ આત્માનું શુદ્ધ સ્વરૂપ સ્ફટિક રત્ન સમાન નિર્મળનિષ્કલંક છે.
૩૫ જેમ ફેટિક રત્નને રાતું કાળું ફૂલ લાગવાથી (લગડવાથી) તે તેવા જ રંગનું (બદલાઈ ગયેલું) જણાય છે, તેમ રાગદ્વેષરૂપી ઉપાધિ સંબંધથી આત્મા પણ વિપરીત ભાવ( વિભાવને ભજે છે, એથી જ જીવ રાતે તાતે થઈ પોતે જ પિતાને પરિતાપ ઉપજાવતો રહે છે.